શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

યૂ ટ્યુબ પર વીરેન્દ્ર સહેવાગ

N.D
ટીમ ઈંડિયાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ સોશલ નેટવર્કિંગની પસંદગીની વેબસાઈટ ફેસબુક અને ટ્વિટર પછી હવે વીડિયોની લેવડ-દેવડ કરનારી વિશ્વની સર્વાધિક લોકપ્રિય વેબસાઈટ યૂ ટ્યૂબ સાથે જોડાય ગઈ અને તેમણે આના પર 9 સપ્ટેમ્બરના રોજ પોતાના ચાહકો સાથે સીધી વાતચીત કરવાની જાહેરાત કરી છે.

તાજેતરમં જ પોતાના એક હજારમો ચોક્કો મારનારા સહેવાગે પોતાના ફોલોવરને આની માહિતી આપતા ટ્વિટરપર લખ્યુ, 'મેં મારી યૂ ટ્યુબ ચેનલ શરૂ કરી છે. આગામી નવ સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યે તમારી સાથે સીધી વાતચીત માટે હાજર રહીશ. યૂ ટ્યૂબ પર મને શોધો અને તમારા પ્રશ્નો મોકલો.'

તેમણે ફેસબુકના પોતાના અધિકારિક પેજ પર લખ્યુ, 'હુ તમારી સાથે સીધી વાતચીત કરવા માટે 9.9.9(નવ વાગ્યે, નવ સપ્ટેમ્બર)ના રોજ હાજર રહીશ. હુ તમારી સાથે સીધો જોડાઈની ખૂબ ખુશ છુ.'

વીરુની આ પહેલની તેમના પ્રશંસકોએ દિલ ખોલીને સ્વાગત કર્યુ છે. આ સંબંધમાં ફેઅબુક પર લગભગ 65 લોકોએ ટિપ્પણી કરી છે. આ બધા લોકોએ સહેવાગને પોતાના ચાહકો સાથે સીધા જોડાવવાના પગલાની ખૂબ જ પ્રશંસા કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સહેવાગ ટ્વિટર અને ફેસબુક પર ખૂબ જ સક્રિય છે. એ જ કારણ છે કે ફેસબુક પર તેમના દિવાનાઓની સંખ્યા 29,078 છે, જ્યારે કે ટ્વિટર પર તેમના એક લાખથી વધુ ચાહકો છે.