શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: દુબઈ. , મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (12:30 IST)

રેંકિંગમાં આગળ આવવાની ભારત પાસે તક

ટીમ ઈંડિયા પાસે શ્રીલંકા સામે રમાનાર પાંચ એકદિવસીય મેચ શ્રેણીમાં 5.0થી જીત મેળવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વિશ્વ રેંકિંગમાં મોખરાનુ સ્થાન મેળવવાની તક છે.

જો ભારતીય ટીમ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે તો તે રેટિંગ પોઈંટની સંખ્યા વધીને દક્ષિણ આફ્રિકાની સરભર 123 થઈ જશે. ત્યારબાદ સર્વશ્રેષ્ઠ ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતીય ટીમ માત્ર ત્રણ અંકોનું અંતર રહી જશે.

બીજી બાજુ જોઈએ તો જો ભારતીય ટીમ આ શ્રેણી 0.5થી હારી જાય છે તો ભારત રેંકિગમાં ન્યૂઝિલેંડથી નીચે પાંચમાં સ્થાને પહોચી જશે. અને શ્રીલંકા કૂદીને ત્રીજા સ્થાને આવી જશે.