શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: ડર્બી , શનિવાર, 27 જૂન 2009 (11:50 IST)

લંકાશાયરની જીતમાં લક્ષ્મણની ભૂમિકા

કલાત્મક બેટસમેન વીવીએસ લક્ષ્મણનો અર્ધશતકીય દાવ ભલે જ ઓલરાઉંડર એંડ્રયૂ ફ્લિંટોફના તોફાની અંદાજમાં દબાઈ ગયો પરંતુ આ ભારતીય બેટ્સમેને ટ્વેન્ટી-20 કપમાં ડર્બીશાયરની 56 રનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ફ્લિંટોફે 41 દડામાં 93 રન ફટકાર્યા જ્યારે લક્ષ્મણના 45 દડા પર રમવામાં આવેલો 63 રનની પારી પણ ઓછી મહ્ત્વપૂર્ણ ન રહી. આ બન્નેએ ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી જેનાથી લંકાશાયરે પાંચ વિકેટ પર 220 રન બનાવ્યાં જો કે ટ્વેન્ટી-20 માં તેનો સર્વાધિક સ્કોર છે. આ મોટા લક્ષ્યનો પીછો કરતા ડર્બીશાયરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 164 રન જ બનાવી શકી. તેના તરફથી ગ્રેગ સ્મિથ (56) અને ક્રિસ રોજર્સ (52) એ અર્ધશતક ફટકાર્યા. ફ્લિંટોફે પોતાના દાવમાં નવ ચોક્કા અને છ છક્કા ફટકાર્યાં.

લક્ષ્મણે પોલ હાર્ટન સાથે દાવની શરૂઆત કરી અને પોતાના દાવમાં સાત ચોક્કા અને એક છક્કો ફટકાર્ય. તે ટીમ તરફથી આઉટ થનારા અંતિમ બેટ્સમેન હતાં. આશ્વર્યની વાત એ છે કે લક્ષ્મણને ટ્વેન્ટી-20 પ્રારૂપને અનુકૂળ બેટ્સમેન ન માનવામાં આવ્યાં અને ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં આ કલાત્મક હૈદરાબાદી બેટ્સમેનના સ્થાને એડમ ગિલક્રિસ્ટને ડેક્કન ચાર્જર્સનું સુકાન સોંપવામાં આવ્યું. આ જીતથી લંકાશાયરે ડિવીજન વનમાં સ્થાન બનાવામાં સફળ રહ્યું.