શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 એપ્રિલ 2014 (16:25 IST)

લોકસભાના ઇલેક્શનમાં આઇ.પી.એલ.ની મેચો દબાઇ ગઇ

હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ બન્યો છે. જ્યાં જુઓ ત્યાં ઇલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે. આ ગરમાગરમીના માહોલ વચ્ચે બીજી તરફ આઇ.પી.એલ. ક્રિકેટની તૈયારીઓ પણ ચાલી રહી છે. એ છતાપણ આ વર્ષે આઇપીએલની શરૃઆતમાં જોઇએ તેવો માહોલ જામ્યો નથી જેનું મુખ્ય કારણ એ છે કે હવેના મોટાભાગના લોકો અને તેમાં પણ ખાસ કરીને યંગસ્ટર્સ આઇ.પી.એલ.ની મેચને નહી પરંતુ લોકસભાના ઇલેક્શનને મહત્વનું ગણી રહ્યા છે.

આ અંગે કોલેજીયન નિરવ માંડલેવાલા કહે છે કે ''મારા મત પ્રમાણે હું ઇલેક્શનને વધુ મહત્વ આપુ છુ કારણ કે આઇ.પી.એલ.ની મેચો તો આપણે પછીથી રીપીટ પણ જોઇ શકીશું. પરંતુ આપણા મતદાન કરવાથી દેશમાં ઘણુબધું બદલી શકાય છે હાલમાં આપણે યંગસ્ટર્સ દેશની નવી પેઢી છે જેથી હું ઇલેક્શનને જ મહત્વ આપીશ આ અંગે એમ.લી.એ. સ્ટુડન્ટ નંદીશ ભગત કહે છે કે, આઇ.પી.એલ. એ જસ્ટ મનોરંજન માટેની વસ્તુ છે. જ્યા ઇલેક્શન પર સમગ્ર દેશની વ્યવસ્થા નિર્ભર હોય છે. હાલમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે. પરંતુ આપણે નક્કી કરવાનું હોય છે કે આપણા માટે કોણ સારું છે અને દરેક વ્યક્તિનો એક વોટ સમગ્ર દેશની પરિસ્થિતિ બદલી શકે છે. એટલે મેચ જોવા કરતા ઇલેક્શનમાં મતદાન કરવું એ વધુ જરૃરી છે.

જનક પંડયા કહે છે કે ચૂંટણી પાંચ વર્ષ પછી આવે છે અને આઇ.પી.એલ. દર વર્ષે રમાતી હોય છે. આઇ.પી.એલથી કોમનમેનની જીંદગી નથી બદલાવાના જ્યારે ચૂંટણી પર કોમનમેનની જીંદગી નિર્ભર હોય છે. આઇ.પી.એલ.થી બે ત્રણ કલાકથી ખુશી મળે છે. પરંતુ માણસનું ભવિષ્ય ચૂંટણી દ્વારા જ નક્કી થતું હોય છે.

તે જ રીતે નૈતિક શાહ પણ ઇલેક્શનના જ ફેવરમાં કહે છે કે '' છેલ્લા ઘણા સમયથી દેશમાં ઘણા સમયથી દેશમાં ઘણા કૌભાંડો બહાર આવ્યા છે. જેથી દેશમાં હવે પરિવર્તનની જરૃર છે અને તે પરિવર્તન માત્ર ને માત્ર ચૂંટણી પર નિર્ભર છે આઇ.પી.એલ.ની મેચો પણ હવે તો ફિક્સ જ હોય છે. મેચોની હાર જીતનો આધાર સટ્ટાબેટીંગ પર જ હોય છે. તેથી આઇ.પી.એલ.માં હવે પહેલા જેવો ક્રેઝ રહ્યો નથી.