સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (13:32 IST)

પાવી જેતપુરમાં પોલીસ જવાને બસમાં જ પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી

પાવી જેતપુરમાં મહિલાને તેના જ પતિએ જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. એ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો.

ત્યારે બસ ભીખાપુર પહોંચતાં જ તે દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો, જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. એ બાદ કદવાલ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડ્યો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. આજ રોજ મંગીબેન નોકરી ફરજ પર હતાં, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો અને પોતાની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાખીને કરપીણ હત્યા કરી નાખી હતી.પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડક્ટર તરીકે નોકરી કરતાં હતાં. તેમનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. એ દરમિયાન મૃતક મંગીબેન પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતાં. ત્યારે બપોરના સમયે બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. એ દરમિયાન ચોકડી પર પહેલાંથી જ હત્યા કરવાના ઇરાદે પહોંચેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં ચપ્પા સાથે દોડીને બસમાં ચઢી ગયો હતો. મૃતક મહિલા કાંઈ વિચારે અને બોલે એ પહેલાં જ પોતાની પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ગળા, પગ, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાખીને કરપીણ હત્યા કરી હતી. એ બાદ હત્યારો પતિ ત્યાંથી ભાગવા જતાં હાજર લોકોએ તેને ઝડપી પાડીને કદવાલ પોલીસને જાણ કરી હતી.બસના મુસાફરો દ્વારા જાણ કરાતાં કદવાલ પોલીસ ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. એ બાદ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એ બાદ પોલીસે મહિલાના હત્યા પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી