શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2019
Written By
Last Updated :ગાંધીનગર , શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (12:45 IST)

Flashback 2019: ગુજરાતની એ 10 ઘટનાઓ જેણે દેશભરમાં ચર્ચા મેળવી, ક્યાક મળી ખુશી તો ક્યાક રહી ગઈ દુ:ખદ નિશાનીઓ

નવુ વર્ષ 2020નુ આગમન થવા જઈ રહ્યુ છે. વર્તમાન વર્ષ 2019, ગુજરાતના હિસાબથી રાજકારણીય રૂપે ખૂબ ઉઠા-પઠકવાળુ રહ્યુ.  વર્ષની શરૂઆતથી  લોકસભા ચૂંટણી સુધી ભાજપા, કોંગ્રેસ, એનસીપી અને સ્થાનીક રણબાંકુરો વચ્ચે જોરદાર દંગલ જોવા મળ્યુ. સત્તાધારી ભાજપાએ વિપક્ષીઓને હંફાવવામાં  કોઈ કર-કસર ન છોડી. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ રાજ્ય વિધાનસભામાં સતત નબળી થતી ગઈ. વિગતપૂર્ણ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે 77 સીટો જીતી હતી, જે લોકસભા 2019 સુધી 70ના આંકડા થી પણ નીચે જતી રહી. અનેક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપા જોઈન કરી લીધુ. હાર્દિક પટેલે જાહેર રીતે કોંગ્રેસ જોઈન કરી લીધુ તો  તેના સાથી અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા બગાવત કરી ભાજપામાં જતા રહ્યા.  વિગત લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ એકતરફી હારી. જ્યારે કે ભાજપાએ બધી સીટો ફરી જીતી લીધી. આ ઉપરાંત 2019માં ઘણી બધી બિનરાજનીતિક, અપરાધિક અને પ્રાકૃતિક ઘટનાઓ એવી બની જેની ચર્ચા આગામી વર્ષ સુધી થશે. 
 
 
webdunia.com આજે તમને અહી દર્પણ 2019 શ્રેણી હેઠળ બતાવી રહી છે ગુજરાતમાં ઘટેલી મુખ્ય 10 ઘટનાઓ વિશે. તેમાથી અનેક ઘટનાઓ આખા દેશમાં ચર્ચાનો વિષય બની.  અનેક વિપદાઓ પણ આવી જેનાથી હાહાકાર ખૂબ મચ્યો. રાજ્યના ભાગે કેટલીક સફળતાઓ પણ આવી, જેને લીધે ગુજરાતનુ નાક ઉપર થયુ તો જાણો આ બધા વિશે વિગતવાર... 
ભારતમાં પહેલીવાર ગુજરાતમાં કાંગો વાયરસનો હુમલો 
 
ગુજરાતમાં ચાંદીપુરા વાયરાસ પછી આ વર્ષે કાંગો વાયરસ ફેલાયો. આ વાયરસને કારણે અનેક લોકોના મોત પણ થયા.  ક્રીમિયન કાંગો હેમોરેજીક ફીવર  (CCHF)નામના આ પ્રાણઘાતક બીમારીના 30થી વધુ શંકાસ્પદ મામલા સામે આવ્યા. જે લોકોમાં કાંગો વાયરસના લક્ષણ મળ્યા તેમાથી મોટાભાગના યૂપી, બિહાર અને મધ્ય પ્રદેશના મજદૂર થા. ડોક્ટરોના મુજબ આ વાયરસ પાલતૂ પશુઓ દ્વારા ફેલાયો. આ પહેલા ચાંદીપુરા વાયરસનો પ્રકો પણ જોવા મળ્યો. આ વાયરસે નાના બાળકોને શિકાર બનાવ્યા.  વિભાગે જણાવ્યુ કે ગુજરાતના મોરબી જીલ્લામાં કાંગો વાયરસના 11 શંકાસ્પદ મામલા સામે આવ્યા. 
 
ભારતમાં ગુજરાત પહેલા કાંગો વાયરસનો હુમલો ક્યાય થયો નહ્તો.  આ પ્રાણઘાતક સંક્રમણ આફ્રિકા, યુરોપ અને અન્ય કેટલાક એશિયાઈ દેશોમાં ફેલાતો હતો. વર્ષ 2001 દરમિયાન કોસોવો, અલ્બાનિયા, ઈરાન પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં તેના ઘણા કેસ નોંધાયા.  આ બીમારીની ચપેટમાં આવનારા વ્યક્તિઓના મોતની આશંકા ખૂબ વધુ હોય છે. એકવાર સંક્રમિત થઈ જતા તેને સંપૂર્ણ શરીરમાં ફેલાતા ત્રણ થી નવ દિવસ લાગી શકે છે. 
મંદી અને આથિક તંગીથી હજારો પરિવારો માટે રોજી-રોટીનું સંકટ 
 
આ વર્ષે વૈશ્વિક મંદીનો ગુજરાતમાં વધુ પ્રભાવ જોવા મળ્યો. શ્રમિકોની યૂનિયન મુજબ સુરતમાં જ 28000થી વધુ હીરા શ્રમિકોની નોકરી છિનવાય ગઈ. યૂનિયનએ ચેતાવતા જણાવ્યુ કે સરકારે જલ્દી કશુ ન કર્યુ તો આ બેરોજગારોની સંખ્યા 50000થી વધુ થઈ જશે. સિરેમિક ઉદ્યોગ અને ફાઉંડ્રીઝ ઈંડસ્ટ્રી પણ બરબાદ થતી જોવા મળી.  આ બંને ક્ષેત્રોમાં એક લાખથી વધુ લોકોના કામ ધંધા છિનવાય ગયા. 
તીડોએ કરી ખેડૂતોની બરબાદી 
 
લગભગ 26 વર્ષ પછી તીડોનુ દળ ગુજરાતની ભૂમિ પર મોટો હુમલો કર્યો.  પાકિસ્તાન સાથે જોડાયેલા અનેક વિસ્તારોમાં હજારો હેક્ટેયર પાક. તીડોએ ચટ કરી નાખ્યા. ડિસેમ્બર 2019ની મીડિયા રિપોર્ટ્સના મુજબ ઉત્તરી ગુજરાતમાં તીડોએ ત્રણ મહિનાની અંદર બીજી વાર હુમલો બોલતા લગભગ 10,000 એકર જમીનનો પાક તીડ દળે નષ્ટ કરી નાખ્યો. ખેતી મંત્રાલયે તીડોના નિયંત્રણ વિભાગને 1.5 લાખ લીટર કીટનાશકનો છંડકાવ કરાવ્યો હતો. સાથે જ પ્રભાવિત ક્ષેત્રમાં નજર પણ રાખવામાં આવી. છતા પણ 3થી 4 લાખ હેક્ટેયરનો પાક બરબાદ થવાનો અંદાજ છે.  જે પાકને તીડોએ નુકશન પહોંચાડ્યુ તેમા એરંડી, જીરુ, રાયડો અને અન્ય પાકનો સમાવેશ છે. 
દેશમાં સૌથી વધુ અહી જોવા મળ્યો મગરમચ્છોનો ભય 
 
આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર સુધીના વરસાદ દરમિયાન ગુજરાતના વડોદરા શહેરને પૂરનો સમાનો કરવો પડ્યો. ઓગસ્ટમાં થયેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ હતુ. એ નદીમાંથી જલીય જીવ વડોદરાની અંદર શહેર સુધી વહી ગયા.  મગમચ્છ કાચબા અને બીજા અનેક જીવ માનવ વસ્તીઓમાં જોવા મળવા લાગ્યા. આ વર્ષે દેશમાં સૌથી વધુ મગરમચ્છ આ શહેરમાંથી પકડાયા.  આરએફઓ નિધિ દવે મુજબ વરસાદી સીઝનમાં 22 સપ્ટેમ્બર સુધી 76 મગરમચ્છ પકડાયા. જેમાથી 41 મગરમચ્છને 16 ઓગસ્ટ પછી પકડવામાં આવ્યા હત. 
 
બદનામ હરામી નાળુ, જ્યાથી હિન્દુસ્તાનમાં ઘુસ્યા ઘૂસપેઠિયા 
 
આ વર્ષે કાશ્મીરના મુદ્દાને લઈને પાકિસ્તાન તરફથી થયેલ તમામ પ્રકારની ભડકાવનારી હરકતો વચ્ચે ઈંટેલિજેસ એંજસીઓએ ચેતાવ્યા કે ગુજરાતમાં કચ્છના હરામી નાળા દ્વારા આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે છે. જ્યારબાદ હિન્દુસ્તાની સુરક્ષાબળોએ ચૌકસી વધારી દીધી. લગભગ 100 કિલોમીટર લાંબા સર ક્રીક એરિયામાં 22 કિલોમીટરના સમુદ્રી ચેનલ દ્વારા પાકિસ્તાનને અંડરવોટર અટૈકની તૈયારી કરી હતી.  જેને પહેલા જ જાણી લેતા 27 ઓગસ્ટના રોજ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે જૈશ એ મોહમ્મદ એ પોતના એક મૈરિટાઈમ વિંગ તૈયાર કર્યુ છે જે પોતાના આતંકવાદીઓને અંડરવોટર હુમલાની ટ્રેનિગ આપી રહ્યુ છે.   એ દરમિયાન બીએસએફની વિશેષ ટુકડી ક્રાકોડાઈલ કમાંડોઝએ 2 ઘુસણખોરોને હરામી નાળામાંથી પકડ્યા. આ ઉપરાંત આખુવર્ષ કચ્છ બોર્ડર પર પણ શંકાસ્પદ બોટ મળતી રહી. 10 થી વધુ પાકિસ્તાની ઘુસણખોરોને પકડવામાં આવ્યા. 
કોંગ્રેસ છોડી ભાજપાની તરફથી લડી ચૂંટણી છતા પણ હાર્યા અલ્પેશ અને ઝાલા 
 
આ વર્ષે લોકસભા ચૂંટણી અને પછી વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાતના રાજકારણીય ક્ષેત્રે ઘણી ઉઠા પટક રહી. 2014ની જેમ સત્તાધારી ભાજપા આ વખતે પણ બધી 26 લોકસભા સીટો જીતી ગઈ.  જો કે પછી ગુજરાતની 6 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ ભારે પડી. કોંગ્રેસના નિકટના નેતા ધવલ સિંંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરે બગાવત કરતા ભાજપા જોઈન કર્યુ હતુ. જો કે ઓક્ટોબરમાં રજુ થયેલ પરિણામમાં બંને ધારાસભ્યો ચૂંટણી હારી ગયા.  તેઓ મંત્રી બનવાનુ સપનુ જોઈ રહ્યા હતા પણ હાર મળવાથી કશુ હાથમાં ન આવ્યુ. 
ભાજપા નેતા જયંતી ભાનુશાળી મર્ડૅર કેસ 
 
ગત 7 જાન્યુઆરી 2019 ના રોજ મોડી રાત્રે લગભગ 2 વાગ્યે ભૂજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં અજ્ઞાત શૂટર દ્વારા જયંતીલાલ ભાનુશળીને ગોળીઓ મારવામાં આવી હતી. જયંતી ભાનુશાળી (53 વર્ષ)નુ મોત થઈ ગયુ હતુ.  ઘટના પછી પોલીસે તપાસ શરૂ કરી. શરૂઆતમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. જેમના નામ નીતિન અને રાહુલ બતાવાયા. ત્યારબાદ શાર્પ શૂટર શશિકાંત કાંબલે અને તેના સાથી અશરફ શેખને સાપુતારામાંથી પકડવામાં આવ્યા. બીજી બાજુ મનીષા ગોસ્વામી અને સુરજીત 5 નવેમ્બરના રોજ યુપીમાં પકડાયા.  આ કેસ આખુ વર્ષ ચર્ચામાં રહ્યો. 
હત્યા કરી કટરથી કર્યા લાશના 100 ટુકડા, માથુ અને આંગળીઓ હત્યારો સાથે લઈ ગયો 
 
અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ સ્થિત અસલાલી ગામની પાસે એક ચા વાળાની દુકાન સામે કાળા રંગની બે બેગ પડેલી મળી હતી. એ બેગમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે તેને ખોલીને જોયુ તો હોશ ઉડી ગયા.  બેગમાં એક યુવકની લાશના લગભગ 100 ટુકડા પડ્યા હતા.  લાશનુ માથુ અને આંગળીઓ ગાયબ હતી.  લાશ 25 થી 30 વર્ષના કોઈ યુવકની હતી. પોલીસ ઉપાધીક્ષક કે.ટી કામરિયાએ જણાવ્યુ હતુ કે મૃતકના કટરથી 100 ટુકડા કરવામાં આવ્યા. જો કે મૃતકની ઓળખ અને તેના હત્યારાનો અનેક દિવસો સુધી પત્તો ન લાગી શક્યો. 
 
દરેક ઘરને નળથી જળ યોજનામાં બીજા નંબર પર આવ્યુ ગુજરાત 
 
કેન્દ્ર સરકારે દરેક ઘરને નળથી જળ યોજનામાં ગુજરાતને દેશભરમાં વા વર્ષે બીજુ સ્થાન મેળવ્યુ. દેશના જે 82% ભાગમાં પાઈપથી પાણીની સુવિદ્યા આપવામાં આવી નહોતી.   એ રાજ્ય તેમા જ થી એક બતાવ્યુ હતુ.  જ્યારે કે નોર્થ ઈસ્ટમાં સ્થિત સિક્કિમ એવુ રાજ્ય છે જ્યા સૌથી વધુ એટલે કે 99% ઘરમાં પાઈપથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.  સિક્કિમ પચેહે બીજા નંબર પર ગુજરાત છે.  જ્યા 79% ઘરમાં નળથી જળની સુવિદ્યા છે. 
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બનાવ્યા પર્યટકો અને કમાણીના રેકોર્ડ 
 
કેવડિયામાં નર્મદા નદીના તટ પર સ્થિત દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યૂનિટી એ આ વષે અનેક રેકોર્ડ બનાવ્યા. આ પ્રતિમા એ પોતાના ઉદ્દઘાટનના એક વર્ષ પૂર્ણ થવા દરમિયાન જ દેશમાં સર્વાધિક કમાણી કરવાનુ પર્યટન સ્થળ બની ગઈ.  અથોરિટીના મુજબ તેના પર રોજ સરેરાશ 12 લાખ રૂપિયા ખર્ચ તયા પણ કમાણી 65 કરોડ રૂપિયાથી વધુ થઈ.  વર્ષભરમાં 27 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યૂનિટી પહોં7ચ્યા.  ઉદ્દ્ઘાટનના પ્રથમ 11 દિવસોમાં 1,28,000 થી વધુ પર્યટક પહોચ્યા હતા. શરૂઆતી દિવસો દરમિયાન વીકેંડ પર લગભગ 50,000 પર્યટક આવ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીના એક દિવસ પછી 34 હજાર પર્યટક લોખંડપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને જોવા પહોચ્યા. હતા. શરૂઆતી દિવસો દરમિયાન વીકેંડ પર લગભગ 50000 પર્યટક આવ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીના એક દિવસ પછી 34 હજાર પર્યટક લોખંડ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા જોવા પહોંચ્યા.  જેનાથી 24 કલાકની અંદર જ 34000 પર્યટકોના પહોંચવાનો રેકોર્ડ નોંધય ગયો.  આ સંખ્યા અત્યાર સુધી એક દિવસમાં પહોંચેલા ટુરિસ્ટસની સૌથી મોટી સંખ્યા છે. 
 
વર્ષ 2019માં જ આ પ્રતિમાને ટાઈમની ટોપ 100 ગ્રેટ સાઈટ્સમાં સ્થાન મળ્યુ.  એક અધિકારીએ જણાવ્યુ કે હવે 15000થી વધુ પર્યટક રોજ અહી પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ, આગામી 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને  1 લાખ કરોડ રૂપિયાની આવક થશે.