શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 16 ડિસેમ્બર 2017 (16:34 IST)

Gujarat Election Impact - ગુજરાતમાં બીજેપી માટે પાંચ ફાયદા અને પાંચ નુકશાન

ઈંડિયા ટુડે એક્સિસ માય ઈંડિયા એક્ઝિટ પોલ દ્વારા ગુજરાતના મતદાતાઓની માનસિકતા સામે આવી છે. એક્ઝિટ પોલ દ્વારા નીકળેલી 5 વાતો જેનાથી બીજેપી થશે બાગ બાગ.. સાથે જ 5 એ વાતો જે પાર્ટીની ઉંઘ ઉડાવી દેશે.. 
 
બીજેપી માટે ખુશ ખબર.. 
 
1. કોંગ્રેસનો મજબૂત આદિવાસી કિલ્લો ઢસડ્યો 
 
ગુજરાતનો આદિવાસી વિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. ઈંડિયા ટુડે કૉનક્લેવ 2013ના મંચ પરથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી ક્ષેત્રોમાં કરાવેલા વિકાસના કાર્યોની મોટી ભાવુક્તા સાથે વિસ્તારથી વિગત આપી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને માટે મોટુ સપનુ રહ્યુ છે કે ગુજરાતના આદિવાસી વોટરો પર કોંગ્રેસની મજબૂત પકડને કેવી રીતે કમજોર કરવામાં આવે. 
 
મોદી-શાહનુ આ સપનુ છેવટે 2017ની ચૂંટણીમાં સાકાર થતુ જોવા મળી રહ્યુ છે. એક્સિસ માય ઈંડિયા પોલનુ અનુમાન છે કે અદિવાસી વોટરના 48% ભાગ બીજેપીના ભાગે આવી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસને આદિવાસીઓનો ફક્ત 42% વોટ શેયર જ મળતો દેખાય રહ્યો છે. 
 
આવુ પહેલીવાર છે કે ગુજરાતના આદિવાસી વોટરોનુ સમર્થન મેળવવામાં કોંગ્રેસ પર બીજેપીની બઢત મેળવી રહી છે. ગુજરાતમાં આદિવાસીઓના પ્રભાવાળી 28 સીટોમાંથી બીજેપીને 17 સીટો મળવાનુ અનુમાન છે. બીજી બાજુ કોંગ્રેસને ફક્ત 11 સીટોથી જ સંતોષ કરવો પડશે. 
 
સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ નુકશાનને બીજેપી સહન કરી રહી છે તો તેનુ એક મોટુ કારણ ગુજરાતના આદિવાસીઓને લોભાવીને પોતાની બાજુમાં લાવવાની સફળતા છે. 
 
2. શહેરી ગુજરાત માટે મોદી હજુ પણ હ્રદય સમ્રાટ 
 
જીએસટીને લઈને વેપારીઓની નારાજગીએ બેશક બીજેપી નેતૃત્વને રહી રહીને ઝટકા આપ્યા પણ અંતમાં પાર્ટી પોતાના પારંપારિક વેપારી વોટ બેંકને શાંત કરી પોતાની સાથે જોડી રાખવામાં સફળ રહી.. 
 
જીએસટીને જે રીતે વેપારીઓના ગળામાં ઉતારવામાં આવ્યુ તેનાથી તેઓ ગુસ્સે જરૂર થયા. પણ તેમને માટે કોંગ્રેસ હજુ પણ વધુ મોટી દુશ્મન રહી. 
 
વેપારીઓના મનમાં આશંકા રહી કે કોંગ્રેસ સત્તામાં પરત આવશે તો ક્યાક લતીફ રાજ (એંસી નેવીના દસકામાં ગુજરાતમાં સક્રિય રહેલ ગૈગસ્ટર અબ્દુલ લતીફનો ભય) રમખાણો, કરફ્યુ, આરાજકતા જેવી હાલત ફરી ન આવે. આ ભયે વેપારીઓને બીજેપી સાથે ફેવિકોલના જોડની જેમ ચોંટાડી રાખ્યા... 
 
ગુજરાતની 55 શહેરી સીટોમાંથી બીજેપી 42 સીટો પર જીતનો પરચમ લહેરાવીને શાનદાર પ્રદર્શન કરવા જઈ રહી છે. બીજી બાજુ શહેરી વિસ્તારની ફક્ત 13 સીટોના વોટરો તરફથી જ કોંગ્રેસ પર વિશ્વાસ રાખવાનુ અનુમાન છે.    
 
અમદાવાદની 16 સીટોમાંથી બીજેપીના ખાતે 13 સીટ જવાનુ અનુમાન છે. એ જ રીતે સૂરતની 9 સીટોમાંથી બીજેપીને 8 પર વિજયશ્રી મળતો દેખાય રહ્યો છે. વડોદરાના શહેરી ક્ષેત્રની બધી 5 ની 5 સીટ બીજેપીના ભાગે જતી દેખાય રહી છે. 
 
એક ગુજરાતીના દેશના પ્રધાનમંત્રી હોવાના ગૌરવે રાજ્યના શહેરી ક્ષેત્રોમાં વોટરો પર મોટો પ્રભાવ નાખવાના ઉત્પ્રેરકના રૂપમાં કામ કર્યુ.  સીધી ભાષામાં કહીએ તો ગુજ્જુ ભાઈએ એક સાથી ગુજ્જુનો સાથ છોડવો યોગ્ય નથી સમજ્યો. 
 
3. પાટીદારની આગને કાબૂમાં રાખવામાં સફળતા 
 
પાટીદારો વચ્ચે ફેલાયેલ ગુસ્સાને 2015 ગ્રામીણ પંચાયત ચૂંટણીમાં બીજેપીની ફોરતા ઉખેડી નાખ્યા હતા. ચૂટણી કેમ્પેનમાં સવાલ જોરશોરથી ઉઠતો હતો કે શુ પાટીદાર આંદોલનની આગ બીજેપીને 2017ની ચૂંટણીમાં દઝાડી દેશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ઉજરાતમાં વાસ્તવમાં પાટીદાર બીજેપીના હાથમાંથી સરકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટો પર લેઉવા પટેલોમાં 56%  ને કડવા પટેલોમાં 60% મતદાતાઓએ કોંગ્રેસ માટે વોટ કર્યો. બીજેપીને અહી લેઉવા પટેલોમાં 36% અને કડવા પટેલોમાં  33% જ સમર્થન મળી શક્યુ. 
 
ઉત્તર ગુજરાતજ્ની 32 સીટો પર પણ ઓછાવત્તા આવી જ હાલત રહી.. આ સીટ પર કોંગ્રેસે બીજેપી પર 6% અધિક વોટોથી બઢત મેળવી. 
 
 
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બીજેપીને જે પણ નુકશાન થયુ તેની ભરપાઈ તેણે દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે અમદાવદની સીટો પર કરી લીધી. મધ્ય ગુજરાતની 40 સીટોની વાત કરવામાં આવે તો લેઉવા પટેલોમાં  62% અને કડવા પટેલોમાં  58% એ બીજેપી માટે વોટ કર્યો. અહી કોંગ્રેસ લેઉવા પટેલોમાં માત્ર 27% અને કડવા પટેલોમાં  31% વોટરોનુ જ સમર્થન મેળવી શકી. 
 
દક્ષિણ ગુજરાતની 35 સીટો પર પણ બીજેપી માટે બમ્પર સમર્થનવાળી સ્થિતિ રહી. અહી પટેલોમાં બીજેપીને કોંગ્રેસની તુલનામાં 25%થી વધુ વોટ મળવાનુ અનુમાન છે. 
 
4. મતદાતા જેટલુ વધુ શિક્ષિત એટલો જ વધુ બીજેપીનો સમર્થક 
 
બીજેપી સમર્થકો માટે મોટા ઉત્સાહવાળી વાત એ પણ છે કે શિક્ષણ અને બીજેપી માટે મતદાનની ઈચ્છા વચ્ચે સીધો સકારાત્મક સંબંધ દેખાય રહ્યો છે. એક્સિસ માય ઈંડિયા પોલનો સંકેત છે કે મતદાતા જેટલો વધુ શિક્ષિત છે એટલો જ તેનો બીજેપીની વોટ આપવા તરફ આકર્ષાય છે.  બીજી બાજુ મતદાતા જેટઓ વધુ અશિક્ષિત છે એટલો જ કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવા માટે આકર્ષાય છે. 
 
રાજ્યના પોસ્ટ ગ્રેજ્યુએટ્સમાં 52%  અને ગ્રેજ્યુએટ્સમાં 50% એ એક્સિસને સંકેત આપ્યા છે કે તેમણે બીજેપી માટે વોટ આપ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના પક્ષમાં 36%  પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને 39% ગ્રેજ્યુએટ્સે વોટ આપ્યો. 
 
રાજ્યના અશિક્ષિત મતદાતાઓમાં કોંગ્રેસ માટે સૌથી વધુ સમર્થન જોવા મળ્યુ. અશિક્ષિત મતદાતાઓમાં  47% એ કોંગ્રેસને વોટ આપવાનાં સંકેત આપ્યા છે. અશિક્ષિત મતદાતોની એકમાત્ર કેટેગરી છે જ્યા કોંગ્રેસને બીજેપી પર 5% બઢત મળી છે. 
 
શિક્ષણ સાથે જોડાયેલી અન્ય કેટેગરીમાં બીજેપીને  5% થી 16% બઢત મળવાનુ અનુમાન છ્ 
 
5. મહિલા મતદાતાઓનુ અપાર સમર્થન 
 
એક્સિસ માય ઈંડિયા એક્ઝિટ પોલનુ એક ઓછુ ઉલ્લેખિત પણ મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે મહિલાઓએ પુરૂષોની તુલનામાં વધુ મોટી સંખ્યામાં બીજેપીને સમર્થન આપ્યુ છે. 
 
ઉજ્જવલા યોજના જેવા પગલા.. જેમા બીપીએલ પરિવારને એમહિલાઓને મફત રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. મફત એલઈડી બલ્બ વહેંચવા.. આ બધાને ગરીબોને લાભ પહોંચાડ્યો સાથે જ તેમને બીજેપીનો સમર્થન આધાર પણ વધાર્યો. 
 
આ જોવાનુ રસપ્રદ છે કે મતદાતોએ રાજ્ય સરકારની તરફથી ચલાવવામાં આવી રહેલ કલ્યાણ યોજનાઓને યાદ કરવામાં રસ ન બતાવ્યો. 
 
બીજેપીએ ગુજરાતમાં 49 ટકા મહિલા મતદાતાઓને વોટ મેળવ્યો છે. બીજી બાજુ પુરૂષ મતદાતાઓમાં 46% એ જ બીજેપીના હકમાં વોટ આપ્યો છે.  કાંટાની ટક્કરવાળી ચૂંટણીમાં મહિલાઓના 3% વધુ વોટોએ બીજેપીને નિર્ણાયક ધાર આપવાનુ કામ કર્યુ. 
 
બીજેપીના ભવિષ્ય માટે આ છે પડકાર 
 
1. રાજ્યના બીજેપી દિગ્ગજ જમીન પર 
 
એક્સિસ માય ઈંડિયા ચૂંટની સર્વેક્ષકોએ ગુજરાતના બધા 182 ચૂંટણી ક્ષેત્રમાં જઈને જુદા જુદા દરેક ક્ષેત્રમાં 200-200થી વધુ પ્રતિભાગીઓ સાથે વાત કરી.   ક્ષેત્રવાર વિશ્લેષણથી રાજ્યમાં બીજેપીના કેટલાક મોટા ચેહરા માટે ખતરાની ઘંટીવળા સંકેત સામે આવ્યા છે આ તેમની સીટોના પરિણામનુ અનુમાન નથી. પણ એ સીટો પર લડનારા નેતાઓની લોકપ્રિયતાનુ માપદંડ છે. 
 
ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકપ્રિયતાના માપદંડ પર પ્રતિદ્વંદી ઉમેદવાર જીવાભાઈ પટેલથી પાછળ બતાવવામાં આવ્યા છે. આ જ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાનીને રાજકોટ વેસ્ટ સીટ પર વિરોધી દિગ્ગજ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કરતા લોકપ્રિયતામાં લગભગ બરાબરી પર બતાવ્યા છે. 
 
ગુજરાત બીજેપી અધ્યક્ષ જીતૂ વાઘાણી ભાવનગર વેસ્ટ સેટ પર કોંગ્રેસના દિલીપ સિહ ગોહિલ કરતા પાછળ દેખાય રહ્યા છે. બીજી બાજુ બોટાદમાં બીજેપી દિગ્ગજ સૌરભ પટેલ કોંગ્રસના ડીએમ પટેલ સાથે કાંટાની ટક્કર સાથે જોવા મળી રહ્યા છે.. જો બીજેપીના આ સૂરમાઓ મેદાનમાં ચિત્ત થઈ જાય છે તો બીજેપી ગુજરાતમાં ચૂંટણી જીતવા છતાય તેની કેટલીક ચમક છીનવાય જશે. 
 
 
2. બીજેપી હવે યુવાઓને ખેચનારુ ચુંબક નહી.. 
 
બીજેપી માટે ચિંતાનુ સૌથી મોટુ કારણ ગુજરાતના યુવા વોટરોમાં લોકપ્રિયતા ઓછી થવી છે. અન્ય રાજ્યોના તાજેતરની ચૂંટણીમાં અહી સુધી કે 2014ના લોક્સભા ચૂંટણીમાં દેશના યુવાઓ આશા રાખનારા મતદાઓ માટે બીજેપી ચુંબકની જેમ સાબિત થઈ હતી.  પણ એ આશાઓ પૂરી ન થવી એ બીજેપી માટે જમીની સુરંગ સાબિત થઈ શકે છે.  શરત એ છે કે ગુજરાતમાં યુવા વોટરોએ જે ટ્રેંડ બતાવ્યો છે  તે દેશના અન્ય રાજ્યમાં પણ ફેલાય છે..  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો રાહુલ ગાંધી સાથે પૂરો તાલમેલ સાથે કામ કરવાથી યુવા વોટરોનો એક મોટો ભાગ બીજેપીથી દૂર ભાગ્યો છે.  ગુજરાતમાં ફક્ત 18થી 25ના આયુ વર્ગમાં જ કોંગ્રેસ વોટ શેયરના મામલે બીજેપીને માત દેવામાં સફળ રહી છે. યુવાઓમાં 45% એ કોંગ્રેસના પક્ષમાં વોટ આપવનો સંકેત આપ્યો. બીજી બાજુ બીજેપીને 44% યુવા મતદાતાઓનુ જ સમર્થન મળતુ દેખાય રહ્યુ છે. 
 
ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસ લોકપ્રિયતાના મામલે બીજેપીની સાથે બરાબરીની ટક્કર પર છે. વિદ્યાર્થીઓમાં બીજેપી અને કોંગ્રેસ બંનેને જ 43%-43% વોટ શેયર મળી રહ્યો છે.  અગાઉની ચૂંટણીમાં વિદ્યાર્હ્તીઓમાં બીજેપીને કોંગ્રેસ પર સ્પષ્ટ બઢત મળી રહી છે. 
 
બીજેપીની સૌથી વધુ લોકપ્રિયતા ગુજરાતમાં 60 વર્ષથી વધુ આયુવાળા વર્ગમાં બરકરાર છે.  આ જ વર્ગ રાજ્યમાં કોંગ્રેસ શાસન દરમિયાન ખરાબ જૂના દિવસોને ગણાવે છે. 
 
3. હાર્દિક પટેલ ભવિષ્ય માટે પડકાર 
 
હાર્દિક પટેલના વિરોધી છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને માટે રાજનીતિક શોકગીત લખતા રહ્યા છે. પહેલા તેમના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો પછી ગુજરાતમાંથી તડીપાર કર્યો જેલમાં મોકલવામાં આવ્યો.. જ્યારે ગુજરાતમાંથી તડી પાર કરવામાં આવ્યો. જેલમાં મોકલવામાં આવ્યો.. જ્યારે ચૂટણી કેમ્પેન ઉફાન પર હતુ તો અનેક સેક્સ સીડી સામે આવી. હાર્દિક પર છાંટા ઉડ્યા. 
 
રાજનીતિક જોડતોડ એ હતુ કે હાર્દિક એક્સપોઝ થશે અને તેમના સમર્થનનુ આધાર સંકોચાશે.. પણ એક પછી કે અનેક રેલીઓને સંબોધિત કરી હાર્દિકે સાબિત કરી દીધુ કે તેઓ ગુજરાતમાં બીજેપી માટે એકલા મોટો પડકાર બનીને ઉભર્યા છે. 
 
રાજ્યના કડવા પટેલ પ્રભુત્વવાળી 4 સીટોમાંથી કોંગ્રેસને ત્રણ સીટ મળવાનુ અનુમાન છે. બીજેપીને ફક્ત એક સીટ મળી છે બીજી બાનુ લેઉવા પટેલોવાળી 12 સીટોમાં કોંગ્રેસને 8 ની બઢતનુ અનુમાન છે. અહી બીજેપીના ભાગે ફક્ત 4 સીટો આવતી દેખાય રહી છે. 
 
બીજેપી આ ચૂંટણીમાં હાર્દિકનો પડકાર પાર કરવામાં સફળ રહી છે તો તેનુ કારણ છે બિન પાટીદાર સમુહનુ તેમના સમર્થમાં એકજૂટ થવુ. 
 
જો કે એવુ નથી કે હાર્દિકની રેલીઓમાં બધા યુવા પાટીદાર જ હોય છે. કેટલાક હાર્દિક યુવા અક્રોશના પ્રતિકના રૂપમાં ઉભર્યા છે. જે પણ નવી સરકાર આવે છે એ યુવાઓની નારાજગીવાળા લંબાયેલા મુદ્દાને નહી ઉકેલે તો હાર્દિક પટેલ આગામી ચૂંટણીમાં અસલ પડકાર બનીને સામે આવી શકે છે. 
 
હાર્દિક ઈન્ડિયા ટુડેને પહેલા જ સંકેત આપી ચુક્યા છે કે જો તેમને ગંભીર રજુઆત કરવામાં આવે છે તો તેઓ કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા ધરાવે છે. જો કોંગ્રેસ આંતરિક અસહમતિ પર કાબૂ મેળવીને આગામી ચૂંટણી માટે હાર્દિકને પાર્ટીનો ચહેરો બનાવે છે તો હાર્દિકની ખુદની જ અપીલ અને પાર્ટી મશીનરી 2022 ચૂંટણીમાં બીજેપીને જોરદાર પડકાર આપી શકે છે. 
 
પ્ણ ભારતીય રાજનીતિમાં પાંચ વર્ષનો સમય ઘણો લાગે છે એવામા જોવાનુ એ રસપ્રદ છે કે હાર્દિક ખુદને આગામી કેટલાક વર્ષોમાં કેવી રીતે સાચવે છે.