સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 25 નવેમ્બર 2017 (12:03 IST)

કથિત સેક્સ સીડી મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ

કથિત સેક્સ સીડી મામલે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરી તેના વિરૂદ્ધ સમંસ મોકલવા અને એફઆઇઆર દાખલ કરવાની માગણી કરવામાં આવી છે. તાજેતરમાં હાર્દિક પટેલની કથિત રીતે બે સેક્સ સીડી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હાર્દિક પટેલે આ સીડી ખોટી હોવાના આક્ષેપ સાથે આ સીડી ભાજપ દ્વારા બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કથિત સીડી બહાર આવ્યાના પહેલા હાર્દિક પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેની સેક્સ સીડી બહાર આવી શકે છે. હાર્દિકે એમ પણ જણાવ્યુ હતું કે તેની અને તેના સાથીઓની આવી 52 સીડી બની છે.