ડિવિસ લેબ.નાં ચોખ્ખા નફામાં વૃદ્ધી

મુંબઈ | ભાષા| Last Modified સોમવાર, 28 જુલાઈ 2008 (15:35 IST)

ફાર્માસ્યુટિકલ કંપની ડિવિસ લેબોરેટરીજે આજે જણાવ્યું છે કે, 30 જૂન 2008નાં રોજ સમાપ્ત પ્રથમ ત્રિમાસિકમાં નફો 45.34 ટકા વધીને 94.33 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ મુંબઈ શેર બજારને માહિતી આપી હતી કે, ગયા વર્ષની સમાન અવધિમાં તેનો ચોખ્ખો નફો 64.9 કરોડ રૂપિયા હતો.

કંપનીએ જણાવ્યું હતું કે, ઉક્ત ત્રિમાસિકમાં તેની કુલ આવક વધીને 268.6 કરોડ રૂપિયા થઈ. હતી જે ગયા વર્ષાનાં સમાન સમયગાળામાં 230.11 કરોડ રૂપિયા હતી.

ડિવિસ લેબોરેટરીજનો 30 જૂન 2008 નાં રોજ સમાપ્ત ત્રિમાસિકમાં સિંગલ ચોખ્ખો નફો 43.40 ટકા વધીને 96.48 કરોડ રૂપિયા રહ્યો. જે ગયા વર્ષની સમાન અવધિમાં 67.28 કરોડ રૂપિયા હતો.


આ પણ વાંચો :