શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 સપ્ટેમ્બર 2013 (12:15 IST)

30 સપ્ટેમ્બર સુધી ઘટી શકે છે પેટ્રોલના ભાવ

P.R
આગામી થોડાક દિવસોમાં પેટ્રોલના ભાવોમાં ઘટાડો થઈ શકે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી વીરપ્પા મોઈલીએ શુક્રવારે સંકેત આપ્યો. જો આવુ થાય છે તો આ છેલ્લા પાંચ મહિનામાં પહેલીવાર કપાત થશે.

આ મહિનાનાં અંતમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો સંભવ છે. કારણ કે પેટ્રોલિયમ પેદાશોનાં મુલ્યની સમિક્ષા ઑઇલ કંપનીઓ પખવાડિયાનાં અંતે કરે છે. સાથે જ અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થયો છે.

વીરપ્પા મોઇલીએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાની સ્થિતી મજબૂત થવાથી જે લાભ થશે, તે ગ્રાહકોને આપવામાં આવશે.

છેલ્લે 1મે 2013નાં રોજ પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલની કિંમતમાં 7 વાર વધારો થયો છે. જે કુલ રૂ. 10.80 રૂપિયાનો વધારો હતો. જેમાં વેટનું મુલ્ય જોડવામાં નથી આવ્યુ.