1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Airfare regulation rule

હવાઈ યાત્રા થશે સસ્તી અથવા ભાડા પર લાગશે રોક ? સરકારે સુપ્રીમ કોર્ટમા6 આપી મોટી અપડેટ, IndiGo ના શેર 2% થી વધુ ગબડ્યા

supreme court on air fare
કેન્દ્ર સરકારે મનમુજબ  અને ઊંચા ભાડા રોકવા માટે નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. શુક્રવારે, સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે આ નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે અને આગામી બે અઠવાડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. બધાની નજર હવે તેના પર છે કે નવા નિયમો અમલમાં આવ્યા પછી હવાઈ ટિકિટના ભાવ પર કેવી અસર કરશે અને મુસાફરોને ઊંચા ભાડામાંથી રાહત મળશે કે કેમ. દરમિયાન, ઇન્ડિગોની પેરેન્ટ કંપની, ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં 2% થી વધુનો ઘટાડો થયો.

 
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે હવાઈ ભાડા સાથે જોડાયેલ જનહિત અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજુ સોલિસિટર જનરલ  તુષાર મેહતાએ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ અપરેશ સિંહની પીઠે જણાવ્યુ કે  નિયમોને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે.  તેમણે જણાવ્યું હતું કે નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે અને બે અઠવાડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સરકારને 16 નવેમ્બરના રોજ આગામી સુનાવણી દરમિયાન પ્રકાશિત નિયમો કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
 

મરજીમુજબના  હવાઈ ભાડા પર રોક લગાવવાની માંગ

આ કેસ ખાનગી એરલાઇન્સ દ્વારા કથિત મનસ્વી અને અતિશય હવાઈ ભાડા વસૂલવા સંબંધિત છે. મુસાફરોને ઘણીવાર ટોચની માંગ, તહેવારો અથવા અન્ય પરિસ્થિતિઓમાં ટિકિટ માટે અતિશય ભાવ ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. ઓગસ્ટમાં અગાઉની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નિયમોનું પાલન ન કરતી એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં પર વિચાર કરવો જોઈએ. તે સમયે, સરકારે કોર્ટને જાણ કરી હતી કે અંતિમ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી એરલાઇન્સને હવાઈ ભાડા અંગેના ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે એરલાઇન્સ આ નિર્દેશોનું પાલન કરી રહી નથી.

ઇન્ડિગોના શેરમાં 2.86%નો ઘટાડો થયો

હવાઈ ભાડાના નિયમો પર અપડેટ્સ વચ્ચે ઇન્ડિગોના ઓપરેટર, ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં ઘટાડો થયો. શુક્રવારે બપોરે 1:19 વાગ્યે, કંપનીનો શેર NSE પર 2.86% ઘટીને ₹4,641.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, આ ઘટાડા માટે ફક્ત નવા નિયમો જવાબદાર છે તે કહેવું ખોટું રહેશે. સરકારે નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેમની વિગતવાર જોગવાઈઓ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આગળનો લેખ
દેશભરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, 21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી