રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (11:11 IST)

બૈકિંગ/ આજે અને આવતીકાલે હડતાળ પર રહેશે બેંક કર્મચારી, રોકડની થઈ શકે છે પરેશાની

બેંક કર્મચારીઓના વેતનમાં સંશોધન માટે ઈંડિયન બૈક્સ એસાશિએશન (આઈબીએ)ની સમિતિ અને યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયંસ (યુએફબીયુ)ના દરમિયાન અનેક સમયની વાતચીતનો કોઈ પરિણામ ન નીકળ્યા પછી હવે બેંક યુનિયનોએ 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીને દેશવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. 
 
બેઠકનુ કોઈ પરિણામ નહી 
 
ગુરૂવારે બેઠકનુ કોઈ પરિણામ ન નીક્ળતા બેંક યુનિયનોએ શુક્રવાર અને શનિવારે દેશવ્યાપી બેંક હડતાળ કરવાનો  નિર્ણય લીધો છે.  બેઠકમાં વેપારની શરત, બેંકોની ચુકવણી ક્ષમતા અને સમય સમય પર કર્મચારીઓની તરફથી વિવિધ પ્રકારના લાભ આપવાની વાત પર વિચાર કરવામાં આવ્યુ પણ કેટલીક અન્ય માંગો માટે દબાવ નાખતા વાત ન બની. તેમાથી એક માંગ અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજને લઈને હતી. બેંક  યુનિયન બેંક કર્મચારી વેતનમાં વૃદ્ધિની પણ માંગ કરી રહ્યા છે. 
 
ત્રણ દિવસ પછી થશે કામકાજ 
 
શુક્રવારે અને શનિવારે હડતાળ પછી આગલા દિવસે રવિવાર આવે છે. આ દિવસ પણ બેંક બંધ રહેશે. આવામાં બેંકોને ત્રણ દિવસ પછી સોમવારે 3 ફેબ્રુઆરીથી કામકાજ સુચારૂ રૂપથી ચાલશે.  એસબીઆઈ સહિત સાર્વજનિક ક્ષેત્રના અનેક બેંકોએ પોતાના ગ્રાહકોને  સૂચના આપવામાં આવી છે કે હડતાળ દરમિયાન કામકાજ પ્રભાવિત થઈ શકે છે. જો કે ખાનગી ક્ષેત્રના આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં કામકાજ સુચારૂ રૂપથી ચાલશે. 
 
 
નવેમ્બર 2017થી લંબિત છે બેંક કર્મચારીઓનુ વેતન સંશોધન 
 
ઓલ ઈંડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઓસી)ના પ્રેસીડેંટ સુનીલ કુમારનુ કહેવુ છે  બેંક કર્મચારીઓનુ વેતન સંશોધન નવેમ્બર 2017થી લંબિત ચાલી રહ્યુ છે. આ હડતાલનુ આહ્વાન બેંક કર્મચારીઓની 9 યૂનિયન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયંસની સાથે ઓલ ઈંડિયા બેંક ઓફિસર્સ કંફેડરેશન, ઓલ ઈંડિયા બેંક એમ્પ્લ્યોઈઝ એસોસિએશન, નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સએ કર્યુ છે.