શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:18 IST)

નોટબંધીનુ 1 વર્ષ - જેટલીનો જવાબ... સરકારે ફેરફારની શરૂઆત કરી..

નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફેંસ કર્યુ. મીડિયા સાથે વાત કરતા જેટલીએ નોટબંધીથી થયેલા ફાયદા વિશે બતાવ્યુ અને નોટબંધીને લઈને સતત થઈ રહેલ આલોચનાઓનો જવાબ આપ્યો. જેટલીએ કહ્યુ કે વધુ કૈશથી ભ્રષ્ટાચાર થાય છે.  એવુ નથી કે નોટબંધીથી બધી પરેશાનીઓનો હલ થઈ જશે પણ નોટબંધીએ એક એજંડા બદલ્યો. 
 
વિપક્ષની આલોચનાઓનો જવાબ આપતા જેટલીએ કહ્યુ કે કોંગ્રેસે નોટબંદીને લૂટ કરાર આપ્યો છે. હુ બતાવી દઉ કે લૂટ તો એ હતી જે 2જી, કોમનવેલ્થ ગેમ્સ અને કૉલ બ્લોક વહેચણીમાં થઈ. 10 વર્ષ સુધી કોંગ્રેસે દેશમાં કશુ ન કર્યુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ દેશમાં 500 અને 1000ના નોટ બંધ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાતે આ વાતનુ એલાન કર્યુ હતુ.