શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:09 IST)

નોટબંધીનો એક્સપર્ટ નહી પણ... આ એક Fantastic આઈડિયા - સત્યા નડેલા

સોફ્ટવેયર અને તકનીક ક્ષેત્રની કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા વર્તમાન દિવસોમાં ભારતમાં છે તે ભારત પોતાની હિટ રિફ્રેશની પ્રક્રિયામાં બે દિવસીય પ્રવાસ પર આવ્યા છે. ભારતના પ્રવાસ દરમિયાન નડેલાએ દિલ્હીમાં પણ લોકો સાથે મુલાકાત કરી. અહી સરકારી અધિકારીઓ ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓને મળ્યા. નડેલાના પુસ્તકનુ હિન્દી સંસ્કરણ હાર્પરકાલિંસ ઈંડિયાએ પ્રકાશિત કર્યુ છે. આ મહિનાના અંત સુધી આ બુક સ્ટોર્સમાં મળશે.  ભારત પ્રવાસ પર આવેલ સત્યા નડેલાએ નોટબંધી પર પણ નિવેદન આપ્યુ. તેણે કહ્યુ નોટબંધી એક ફૈંટાસ્ટિક આઈડિયા છે. તેનાથી દેશની ઈકોનોમીને સારુ પરિણામ મળી શકે છે. 
 
નોટબંધીથી ડિઝિટલ ઈકોનોમીને બળ 
 
ટાઈમ ઓફ ઈંડિયાને આપેલ એક ઈંટરવ્યુમાં સત્યા નડેલાએ નોટબંધી પર કહ્યુ કે હુ કોઈ એક્સપર્ટ નથી.. હુ નથી જાણતો કે તેનાથી ઈકોનોમી પર શુ અસર પડશે અને તેને કેવી રીતે લાગૂ કરવામાં આવ્યો પણ ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે ટ્રાંજેક્શન કૉસ્ટને ઓછુ કરવામાં આવે.  આ માટે નોટબંધી એક ફૈટાસ્ટિક આઈડિયા છે. જો કે આ મોટેભાગે તેને લાગૂ કરવાની રીત પર નિર્ભર કરે છે. ભારત જેવા દેશ માટે આ ચોક્કસ જ એક સારુ પગલુ છે. 
 
આવા પગલા લેવા મુશ્કેલ 
 
નડેલાએ કહ્યુ નોટબંધી લાગૂ કરનારા પોલીસીમેકર્સ આ સારી રીતે જાણે છે કે તેને લાગૂ કેવી રીતે કરવાનુ છે. ઓછા સમયમાં તેની મુશ્કેલીઓ કેવી રીતે નિપટાવવી મને વધુ માહિતી નથી. આ મામલે નિષ્ણાતો કદાચ આ વાતને વધુ સારી રીતે સમજી શકે છે.  લોકતાંત્રિક દેશમાં આ પ્રકારના પગલા ઉઠાવવા મુશ્કેલ હોય છે પણ દેશ હિતમાં કેટલાક કડક નિર્ણય લેવા પડે છે. 
 
ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી 
 
સત્યા નડેલાએ કહ્યુ કે ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે એ જોવુ ખૂબ જરૂરી છે.  ભારત એક સારા સમયમાંથી પસાર થઈ રહ્યુ છે.. એ જોવુ રસપ્રદ હશે કે ચોથી ઓદ્યોગિક ક્રાંતિ કેવી હશે. ઈકોનોમીને તેનાથી શુ ફાયદો થશે. જરૂરી છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રોડક્ટિવિટીને વધારવામાં આવે.  પોલીસીથી તમે સારી વસ્તુ બનાવી શકો છો. પણ તેને લાગૂ કરવા માટે ડિઝિટલ ટેકનોલોજીના ઉપયોગને સમજવુ જરૂરી છે