શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 30 ઑક્ટોબર 2021 (14:46 IST)

124 વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા પડશે ! મુંબઈમાં એક જમીનને લઈને શરૂ થયો હતો પારિવારિક વિવાદ

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ ગોદરેજ ગ્રુપ (Godrej Group) વ્યવસાયના વિભાજનની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપના 4.1 અરબ ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવારના બે ભાગમાં વહેંચવામાં આવશે. આમાંના એક જૂથનું નેતૃત્વ આદિ ગોદરેજ (Adi Godrej)  અને તેમના ભાઈ નાદિર દ્વારા કરવામાં આવે છે જ્યારે બીજા જૂથનું નેતૃત્વ તેમના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ ગોદરેજ (Jamshyd Godrej)અને સ્થિતા ગોદરેજ કૃષ્ણા (Smitha Godrej Crishna)નુ છે. 
 
ગોદરેજ ગ્રુપનો બિઝનેસ કન્ઝ્યુમર ગુડ્સથી લઈને રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સુધી ફેલાયેલો છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ધંધામાં ભાગલા પાડવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હાલના સમયમાં તેને વેગ મળ્યો છે. આ વાતચીતમાં એક બાજુ આદિ ગોદરેજના પુત્ર પીરોજશા ગોદરેજ છે, તો બીજા ગ્રુપની આગેવાની જમશેદ કરી રહ્યા છે. જમશેદની સાથે Godrej & Boyceના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પુરવેઝ કેસરી ગાંધી પણ છે.
 
124 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત 
સૂત્રોના મુજબ નિમેશ કંપાની અને ઉદય કોટક જેવા પરિવાર સાથે જોડાયેલ બેંકરો અને AZB & Partnersના જિયા મોદી(Zia Mody) અને સિરિલ શ્રોફ (Cyril Shroff)જેવા લીગલ એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવી રહી છે. Godrej Industries અને  Godrej & Boyce એ ઈટીને એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે ગોદરેજ રિવાર શેયર હોલ્ડર્સ માટે બેસ્ટ વેલ્યુ ચોક્કસ કરવા માટે લૉન્ગ ટર્મ સ્ટ્રેટજિક પ્લાન પર કામ કરી રહ્યા છે.