દિવાળી સુધી મોંઘા Edible Oilથી મળશે રાહત, સરકારે ઉઠાવ્યુ રાહતનુ આ પગલુ
ખાદ્યતેલના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર સતત નિર્ણયો લઈ રહી છે. આ અંગે ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો મળીને અન્ય દેશોની સરખામણીમાં ચીજવસ્તુના ભાવને ઝડપથી નિયંત્રિત કરી રહ્યા છે. રોજિંદા ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર વિવિધ સ્તરે કામ કરી રહી છે. રાજ્યો, FCI સહિત તમામ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
દર અઠવાડિયે આંતર-મંત્રાલય સમિતિની બેઠક યોજીને કિંમતોને નિયંત્રિત અને મોનિટર કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્યોને કાળાબજારને રોકવા માટે પગલાં લેવા કહેવામાં આવ્યું છે. સરસવના તેલના ઉત્પાદનમાં 10 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2022 સુધી ભાવમાં ઘટાડો જોવા મળશે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય તેલના ભાવમાં વધારાને કારણે તેની કિંમતમાં પણ વધારો થયો છે. તહેવારો દરમિયાન કિંમતોમાં વધારો ન થાય તે માટે નફાકારકતાને કારણે કિંમતોમાં થયેલા વધારા સામે કડક પગલાં લેવા માટે આજે મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને પત્ર મોકલવામાં આવી રહ્યો છે.