સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (15:35 IST)

ભારતમાં MSMEs માટે 100 મિલિયન યુએસ ડૉલરની ક્રિડેટ ફેસિલિટી કરી લૉન્ચ

ભારતમાં કાર્યરત નાના વ્યવસાયોને ડિજિટાઇઝ થવા પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે-સાથે ભારતીય ઉદ્યોગોને મદદરૂપ થવા, ખાસ કરીને એવા ઉદ્યોગોને જેઓ મહિલાઓની માલિકીના હોય અને જેઓ વૈશ્વિક રોગચાળાના આર્થિક પ્રભાવોમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરી રહ્યાં હોય, તેમના માટે એચડીએફસી બેંક, માસ્ટરકાર્ડ, યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન (DFC) અને યુ. એસ. એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)એ આજે 100 મિલિયન યુએસ ડૉલરની ક્રેડિટ ફેસિલિટી લૉન્ચ કરી હતી.
 
કોવિડ-19એ નાના વ્યવસાયો પર અપ્રમાણસર પ્રભાવ પાડ્યો છે અને તેના કારણે ઘણાં વ્યવસાયો અકાળે બંધ થઈ જવા માટે મજબૂર થઈ ગયાં છે. વધુમાં, રોગચાળાને કારણે ડિજિટલ ચૂકવણીઓ પર રૂપાંતરિત થવામાં ઝડપથી પરિવર્તન આવ્યું છે, જેનો અર્થ એ થયો કે નાના વ્યવસાયોએ સ્પર્ધામાં ટકી રહેવા અને ગ્રાહકોને જાળવી રાખવા માટે માર્કેટની ગતિશિલતા અને ગ્રાહકોની પ્રાથમિકતા મુજબ બદલાવું જરૂરી થઈ ગયું છે.
 
આ નવી ક્રેડિટ ફેસિલિટીનો ઉદ્દેશ્ય, મહિલાઓના નેતૃત્ત્વ હેઠળના વ્યવસાયોને સમર્થન પૂરું પાડવા પર ભાર મૂકવાની સાથે-સાથે એવા નાના વ્યવસાયોને ધિરાણ પૂરું પાડવાનો છે, જેઓ તેમની કામગીરીઓને જાળવી રાખવા અને વિકસાવવા માંગે છે તથા ડિજિટાઇઝેશન દ્વારા રીકવરી કરવા માંગે છે.
 
એચડીએફસી બેંકના કૉમર્શિયલ અને રુરલ બેંકિંગના ગ્રૂપ હેડ શ્રી રાહુલ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક ભારતમાં નાના વ્યવસાયોને સમર્થન પૂરું પાડવાના પ્રયાસના ભાગરૂપે માસ્ટરકાર્ડ, USAIDઅને DFC સાથે હાથ મિલાવીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છે. MSMEs ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને હાલમાં ચાલી રહેલા વૈશ્વિક રોગચાળા એ તેમના જીવન અને વ્યવસાયોને ખાસા પ્રભાવિત કર્યા છે. 
 
અમારું માનવું છે કે, આ સહભાગીદારી તેમને ધિરાણ પૂરું પાડવાની સાથે-સાથે તેમને તેમના વ્યવસાયોને આધુનિક બનાવવામાં અને ડિજિટાઇઝ કરવામાં સલાહ અને સહાય પણ પૂરી પાડશે. ભારતમાં મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવાની અને તેમની ઉદ્યમિતાની યાત્રામાં અર્થપૂર્ણ સહભાગીદાર બનવાની અમારી કટિબદ્ધતા એ આ પહેલની મુખ્ય બાબત છે.’
 
USAID ઇન્ડિયાના મિશન ડિરેક્ટર સુશ્રી વીણા રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘USAID ખાતે અમારું માનવું છે કે, જાતીય સમાનતા અને મહિલાઓનું સશક્તિકરણ એ વિકાસનો ફક્ત હિસ્સો નથી પરંતુ તે તેના મૂળમાં છે. કોવિડ-19 વૈશ્વિક રોગચાળાને કારણે સ્ત્રીઓ પર અપ્રમાણસરનો પ્રભાવ પડ્યો છે, તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જેણે તેમના પરિવારો અને સમુદાયોની આજીવિકા પર સીધો પ્રભાવ પાડ્યો છે. આ સહભાગીદારી મારફતે USAID મહિલાઓની માલિકીના નાના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોની ડિજિટાઇઝેશનની યાત્રાને ધિરાણ અને સહાય મેળવવામાં સહાયરૂપ થશે, જેથી કરીને તેમને રોગચાળાની અસરોમાંથી બહાર કાઢી શકાય અને તેઓ ફરીથી તેમની સંપૂર્ણ ક્ષમતાને હાંસલ કરી શકે.’
 
DFCની ઑફિસ ઑફ એક્સટર્નલ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ જેન્ડર ઇક્વિટી ઇનિશિયેટિવ્સના હેડ અલ્જીન સાજેરીએજણાવ્યું હતું કે, ‘ભારતમાં ડિજિટાઇઝ, આધુનિક થવા માંગતા તથા વધુ સ્થિતિસ્થાપક બનવા માંગતાં નાના વ્યવસાયો, ખાસ કરીને મહિલાઓની માલિકીના નાના વ્યવસાયોને ધિરાણ પૂરું પાડવા માટેની આ સહભાગીદારીને સમર્થન પૂરું પાડવાનોDFCને ગર્વ છે. ધિરાણની આ સુવિધા ભારતમાં મહિલાઓ માટે કાર્યબળમાં જળવાઈ રહેવાનું, ઉદ્યમી તરીકે સફળ થવાનું અને આર્થિક રીતે વધુ સશક્ત બનવાનું શક્ય બનાવશે, જેના પરિણામે કોવિડ-19 પછી આર્થિક સ્થિરતા આવશે, જીડીપીની વૃદ્ધિ થશે અને જાતિને ધ્યાનમાં રાખ્યાં વગર રોજગારીમાં વધારો થશે.’
 
માસ્ટરકાર્ડના દક્ષિણ એશિયાના ડિવિઝન પ્રેસિડેન્ટ નિખિલ સાહનીએ જણાવ્યું હતું કે, ‘ખાનગી ક્ષેત્ર, સરકાર અને લોકસેવાની પ્રવૃત્તિઓની ક્ષમતાઓની સાથે સંરેખિત સહભાગીદારીઓ રોગચાળામાંથી ફરીથી બેઠાં થવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એચડીએફસી બેંક, USAIDઅને DFCસાથે માસ્ટકાર્ડની આ સહભાગીદારી ખૂબ જ યોગ્ય સમયે થઈ છે, કારણ કે, તે MSMEsને તેમની ડિજિટાઇઝેશનની યાત્રામાં તથા ડિજિટલ અર્થતંત્રમાં વધુ સહભાગીદારી મારફતે સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવામાં ખૂબ જ આવશ્યક એવી ધિરાણસહાયને પૂરી પાડશે.’
 
આ સહભાગીદારી કેવી રીતે કામ કરશે?
 
● ડિજિટલ અર્થતંત્રને સામર્થ્યવાન બનાવનારા નેટવર્કની સાથે નાના વ્યવસાયો અને મહિલા ઉદ્યમીઓને સાંકળવાનું શક્ય બનાવવા માટે એચડીએફસી બેંક આ સુવિધાની ઓછામાં ઓછી 50%સુવિધા મહિલા ઉદ્યમીઓને ધિરાણ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવાના લક્ષ્યની સાથે એચડીએફસી બેંક તેના ગ્રાહકોના વર્તમાન બેઝથી આગળ વધી આ ક્રેડિટ ફેસિલિટીની ઓછામાં ઓછી 50% સુવિધા નવા નાના વ્યવસાયી ઋણકર્તાઓ સુધી પહોંચાડશે. એચડીએફસી બેંક તેની શાખાઓના વ્યાપક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મારફતે આ ધિરાણને પૂરું પાડશે.
 
● કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયન ટ્રેડર્સ (CAIT) સાથેની વર્તમાન સહભાગીદારી મારફતે માસ્ટરકાર્ડ નાના વ્યવસાયના માલિકોને તેમના ડિજિટાઇઝેશનના વિકલ્પો પર કૌશલ્યની તાલીમ અને શિક્ષણ પૂરું પાડશે. માસ્ટરકાર્ડ સેન્ટર ફૉર ઇન્ક્લુસિવ ગ્રોથપણ તેમને રાષ્ટ્રવ્યાપી લોકસેવાના તાલીમ કાર્યક્રમો મારફતે તેમની આવક વધારવામાં મદદરૂપ થશે.આ પહેલ ભારતમાં નાના ઉદ્યોગોને કોવિડ-19ના પ્રભાવોમાંથી બહાર નીકળવા માટે સક્ષમ બનાવવાની માસ્ટરકાર્ડની 33 મિલિયન યુએસ ડૉલર (250 કરોડ રૂપિયા)ની કટિબદ્ધતાનો એક હિસ્સો છે.
 
● DFC અને USAIDનાના વ્યવસાયના માલિકોને એચડીએફસી બેંક દ્વારા પૂરાં પાડવામાં આવેલા ધિરાણ પર રહેલું જોખમ દૂર કરીને ધિરાણની સુવિધાનો વિસ્તાર કરવાની સુવિધા પૂરી પાડે છે. DFCનું રોકાણ તેના 2X વિમેન્સ ઇનિશિયેટિવને સહાયરૂપ થાય છે, જેના મારફતે એજન્સી મહિલાઓની માલિકીના, મહિલાઓના નેતૃત્ત્વના કે મહિલાઓનું સશક્તિકરણ કરનારા ઉત્પાદનો અને સેવાઓ પૂરાં પાડનારા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે.આ પ્રોગ્રામ USAIDના ભારતમાં કોવિડ-19 રીસ્પોન્સ તેમજ તેના ગ્લોબલ વિમેન ઇકોનોમિક એમ્પાવર્મેન્ટ ફંડ ઇનિશિયેટિવનો હિસ્સો છે.