સુરત-વડોદરા જનાર મુસાફરો માટે મહત્વના સમાચાર, કેટલીક ટ્રેનો રદ કરાઇ તો કેટલીક મોડી પડશે, જાણો કારણ
પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા રેલ ખંડના કાશીપુરા સરાર - મિયાગામ કરજણ સ્ટેશનો વચ્ચે 12 માર્ચ 2023 (રવિવાર)ના રોજ એન્જિનિયરિંગ પૂર્ણ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક રેગ્યુલેટ (મોડી) થશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નં.09161 વલસાડ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ ભરૂચ-વડોદરા વચ્ચે રદ રહેશે.
• ટ્રેન નં. 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશિયલ વડોદરા - ભરૂચ વચ્ચે રદ રહેશે.
મોડી પડનારી ટ્રેનો:
• ટ્રેન નં. 14807 ભગત કી કોઠી - દાદર એક્સપ્રેસ 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
• ટ્રેન નં. 16209 અજમેર - મૈસુર એક્સપ્રેસ 35 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
• ટ્રેન નં. 19020 હરિદ્વાર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.
રેલવે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી પ્રારંભ કરે અને ટ્રેનના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને અવલોકન કરે જેથી કરીને તેમને કોઈ અસુવિધા ન થાય