રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2020 (09:05 IST)

શું આરબીઆઈના પગલાથી સર્જાઈ રહેલુ જોબનું સંકટ દૂર થઈ જશે? આવા 4 પ્રશ્નોના જવાબો માટે વાંચો

કોરોના સંકટને પહોંચી વળવા સરકાર અને આરબીઆઇ સતત પગલાં લઈ રહ્યા છે. ત્રણ અઠવાડિયા પહેલા, 27 માર્ચ, 2020 ના રોજ સમય પહેલા નાણાકીય નીતિ રજૂ કરીને રેપો રેટમાં તીવ્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખત શુક્રવારે આરબીઆઈએ બીજું પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે સેન્સેક્સમાં 9977 પોઇન્ટનો ઘટાડો થયો છે અને માત્ર બે મહિનામાં શેરબજારમાં  રોકાણકારોનના 58 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. ઇએલઓ અનુસાર, 2.5 કરોડ લોકોની નોકરી પર સંકટ અને વૈશ્વિક અર્થતંત્રને 1.1 લાખ કરોડ ડોલરનું નુકસાન થવાની આશંકા છે. આવી સ્થિતિમાં, આરબીઆઈનું આ પગલું નોકરીઓ પરના સંકટને દૂર થશે કે ઓછું કરશે, આવા 4 પ્રશ્નોના જવાબો જાણો ...
પ્રશ્ન નંબર -1: નોકરીનું સંકટ દૂર થશે?
 
જવાબ: આરબીઆઈ પછી, બેંકોના પગલાથી જે કંપનીઓને ફાયદો થશે તે  નોકરીઓ અને રોજગાર બચશે. 
 
પ્રશ્ન નંબર 2: ધંધામાં જે નુકસાન થઈ રહ્યું છે તે શુ તેમાથી બહાર આવવામાં મદદ મળશે ?
 
જવાબ: જ્યારે ઉત્પાદન શરૂ થશે ત્યારે ઘંઘાને લાભ થશે.
 
પ્રશ્ન નંબર -3: અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર સંકટ દૂર થશે?
 
જવાબ: અસંગઠિત ક્ષેત્રના કામદારોને ત્યાં જ ફાયદો થશે જ્યાં નાની કંપનીઓએ બેંકો પાસેથી લોન લીધી હોય.
 
પ્રશ્ન નંબર 4: સસ્તી લોનનો ફાયદો કેવી રીતે, જ્યારે ન તો નોકરી હશે કે ન તો સંપત્તિ ?
 
જવાબ: જૂના લોનની એનપીએ અવધિ 90 થી વધારીને 180 દિવસ કરવામાં આવી છે. નવી લોન પાત્રતા પૂરી કરવાથી મળશે.
 
આરબીઆઈના આ પગલા પર વડા પ્રધાને કહ્યું હતું કે રિઝર્વ બેંકના આ પગલાથી આપણા નાના ઉદ્યોગપતિઓ, ખેડુતો, એમએસએમઇ અને ગરીબ લોકોને મદદ મળશે. આ સિવાય એડવાન્સ લિમિટ વધારવાથી રાજ્યોને પણ ફાયદો થશે.