બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (18:09 IST)

Maruti Suzuki તેમની આ લોકપ્રિય કાર પર આપી રહી છે ભારે ડિસ્કાઉંટ

Maruti Suzuki Vitara Brezza
Vitara Brezza કામપેક્ટ એસયૂવી સેગમેંટ Maruti suzuki ની સૌથી વધારે વેચાવનારી કારોમાંથી એક છે. પાછલા કેટલાક મહીનાથી આ કારને Hyundai ની Venue થી ટક્કર મળી રહી છે. કંપનીએ કારના વેચાણ વધારવા માટે ગ્રાહકો માટે ઑફર કાઢયું છે. જેમાં તે કીમત પર એક મોટું ડિસ્કાઉંટ આપી રહી છે. 
 
ખબરો મુજબ Maruti Suzukiની Vitara Brezza ખરીદવા પર આશરે 33,000 રૂપિયા સુધીનો ડિસ્કાઉંટ આપી રહ્યું છે. આ ડિસ્કાઉંટ માત્ર 30 જૂન સુધી જ લાગૂ છે. મારૂતિ વિટારા બ્રેજાની દિલ્લીમાં એક્સ શોરૂમ કીમત 7.68લાખ રૂપિયાથી શરૂ હોય છે જે કે 10.43 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં તમને 7 વેરિએંટ મળે છે. 
 
ફીચર્સની વાત કરીએ તો Vitara Brezzaમાં કંપનીએ સ્ટેંડર્ડ ફીચર્સના રૂપમાં ઈલિક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન EBD ની સાથે એયરબેગ્સ અને એંટી લૉક બ્રેક સિસ્ટમ (ABS) આપ્યું છે. કંપનીએ કારમાં ISOFIX ની સાથે રિવર્સ પાર્કિંગ કેમરા પણ આપ્યું છે. 
 
પાવર સ્પેશિફિકેશનની વાત કરીએ તો કંપનીએ Maruti Suzuki Vitara Brezzaમાં 1.3 લીટરનો ડીઝલ ઈંજપ આપ્યું છે. તેનો ઈંજન 89 Bhp ની પાવર અને 200 nm નો ટાર્ક જનરેટ કરે છે. તેનો ઈંજન 5 સ્પીડ મેનુઅલ ટ્રાસમિશનથી લેસ છે. તે સિવાય તેમાં ઑટોમેટિક ટ્રાસમિશનનો પણ વિક્લ્પ મળે છે.