સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (19:55 IST)

પેટ્રોલ-ડીઝલની કિમંતોમાં હાલ રાહત નહી મળે, નિર્મલા સીતારમણે જણાવ્યુ ટેક્સ કટ નહી કરવાનુ કારણ

પેટ્રોલ-ડીઝલની કિમંતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલની આસમાને પહોંચેલ કિંમતો અંગે  કહ્યું કે  હાલમાં તેમા કોઈ ટેક્સ કપાત નહી કરવામાં આવે.  નાણામંત્રીએ કહ્યુ કે પેટ્રોલ-ડીઝલ પર લાગનારી એક્સાઈજ ડ્યુટીમાં આ સમયે રાહત નહી મળે.  સાથે જ તેમણે કહ્યુ કે UPA સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા.
 
તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન સરકાર તેલની કિમંત ઓછી કરવા માટે આ પ્રકારની કોઈ ટ્રિક નહી અપનાવે. સીતારમણ્ર કહ્યું કે સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ઓઇલ બોન્ડ પર માત્ર  વ્યાજના રૂપમાં  60,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આટલી ચૂકવણી છતાં, 1.30 લાખ કરોડની પ્રિસિપલ એમાઉંટ રકમ હજુ પણ બાકી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યએ સાથેમળીને આ ઑયલ બૉન્ડ પર નિર્ણય કરવો પડશે.