નીતા અંબાનીએ લૉંચ કર્યુ ધીરુભાઈ અંબાની સ્કવાયર, જાણો શુ રહેશે વિશેષતા

neeta ambani
Last Updated: ગુરુવાર, 7 માર્ચ 2019 (11:45 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાનીની પત્ની નીતા અંબાનીએ ગરીબ અને વંચિત બાળકોને મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેંટરમાં ધીરુભાઈ અંબાની સ્કવાયરનુ ઉદ્દઘાટન કર્યુ. નેતા અંબાનીએ પર મુંબઈને સમર્પિત કર્યુ. આ અવસર પર શહેરના સુવિદ્યાઓથી વંચિત બાળકો માટે મ્યુઝિકલ ફાઉંટેન શો નો પ્રીમિયર આયોજીત કરવામાં આવ્યો.

ત્યારબાદ 12 માર્ચના રોજ શહેરના લગભગ 7000 પ્રોટેક્ટર્સ માટે બે અને વિશેષ મ્યુઝિકલ ફાઉંટેન શો રહેશે. અંબાની પરિવારે 6 થી 13 માર્ચ સુધી શહેરના બધા અનાથાલયો અને વૃદ્ધાશ્રમોમાં દૈનિક અન્ન સેવા શરૂ કરી છે.
dheerubhai ambani square
મુંબઈ શહેર પ્રત્યે પોતાના સન્માન નએ પ્રેમના પ્રતીકના રૂપમા નીતા અને મુકેશ અંબાની અને રિલાયંસ ઈડસ્ટ્રીઝે આજે 20 મિલિયન મુંબઈકર્સને એક નવુ અને ગૌરવશાળી આઈકન - ધીરુભાઈ અંબાની સ્કવાયર સમર્પિત કર્યુ. આ સ્કવાયર મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાની ઈંટરનેશનલ સ્કૂલ સામે આવેલ છે.

આ રહેશે વિશ્વસ્તરીય સુવિદ્યાઓ

ધીરુભાઈ અંબાની સ્ક્વાયર જિયો વર્લ્ડ સેંટરનો ભાગ છે. જે એક વિશ્વસ્તરીય બહુ ઉપયોગી સુવિદ્યા છે. જે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ નએ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન્ન રીઝન ડેવલોપમેંટ અર્થોરિટી)નુ એલ લક્ષ્ય છે. જે ભારતમાં સૌથી મોટી અને સૌથી સારી વૈશ્વિક સંમેલન સુવિદ્યાઓ અને સેવાઓનુ નિર્માણ કરી રહ્યુ છે.

નીતા અંબાની - સંસ્થાપક અને ચેયરપર્સન, રિલાયંસ ફાઉંડેશન જેમને તેને શહેરને સમર્પિત કર્યુ, આ અવસર પર કહ્યુ કે ધીરુભાઈ અંબાની સ્ક્વાયર અને જિયો વર્લ્ડ સેંટર ભારતના એક મહાન પુત્રના દ્રષ્ટિકોણને પુરો કરે છે. જે માનતુ હતુ કે ભારતમાં રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે.
neeta ambani
ખાસ છે ફાઉંટેન શો

નીતા
અંબાની.. જે ભારતના સૌથી મોટા સમાજસેવી સંગઠનની પ્રમુખ છે અને તેમણે શિક્ષા અને બાળકોના કલ્યાણ માટે અનેક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. એ એક અનોખા રીતે આ કાર્યક્રમની યોજના બનાવી છે..
આ કાર્યક્રમ આ વિશ્વાસથી પ્રેરિત કરી બાળકો ભારતના ઉજ્જવલ ભવિષ્યના નિર્માતા છે. જેમણે આ સમર્પણને આગળ વધારતા ધીરુભાઈ અંબાની સ્કવાયરમાં એક આકર્ષક મ્યુઝિકલ ફાઉંટેન શો નો અનુભવ કરવા માટે રિલાયંસ ફાઉંડેશન દ્વારા સમર્થિત વિવિધ ગૈર-સરકારી સંગઠનોના લગભગ 2000થી વધુ સુવિદ્યાઓથી વંચિત બાળકોને આમંત્રિત કર્યા.

'વંદે માતરમ' અને 'જય હો' થી થઈ શરૂઆત

બાળકો માટે મ્યુઝિકલ ફાઉટેન કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ વંદે માતરમ અને જય હો નુ ગીત હતુ. - બે લોકપ્રિય ગીત છે અને તેમને વોટર ફાઉંટેન સાથે તાલમેલમાં પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ અને બધા ઉપસ્થિત લોકોએ આનો ખૂબ આનંદ લીધો.

નીતા અંબાનીએ કહ્યુ કે મને આશા છે કે આ શાનદાર ફુવારો તમારા બધાના દિલોમાં ખુશી અને આશાનો એક ફુવારો હશે.. તેમણે કહ્યુ કે "આવનારા દિવસોમાં આ બધી મુંબઈકરોને એક શાનદાર નજારો પ્રદાન કરશે
જે કે આ આધુનિક અને ભવિષ્યની જરૂરિયાત માટે તૈયારી માટે કરવામાં આવ્યુ છે. મુંબઈ નિવાસી જ્યારે વિશ્વસ્તરીય અને બહુઉદ્દેશ્યીય જિયો વર્લ્ડ સેંટરનો પ્રવાશ કરશે તો તેઓ તેને જોઈ શકશે. જિયો વર્લ્ડ સેંટર અમારા દેશ અને સૌથી મોટા અને શ્રેષ્ઠમાં થી એક વશ્વિક કનવેન્શન સેંટર રહેશે આ વર્ષના અંત સુધી જ્યારે જિયો વર્લ્ડ સેંટર ખુલશે તો ત્યા એક એવુ સ્થાન હશે જ્યા લોકો એક સાથે મળશે. કલાની પ્રશંસા કરશે. વિચારોનુ આદાન-પ્રદાન કરશો. સંસ્કૃતિનો જશ્ન મનાવીશુ અને આપણા મહાન શહેરના વારસાને અને જીવંતતાને જીવીશુ.
neeta and mukesh
ગરીબો માટે અન્ન સેવા શરૂ

નીતા અંબાની અને મુકેશ અંબાનીના પરિવારે શહેરના બધા અનાથાલાયો અને વૃદ્ધાશ્રમોમાં આજથી એક અઠવાડિયા સુધી ચાલનારા અન્ન સેવા કાર્યક્રમની પણ શરૂઆત કરી. જેની સાથે શ્લોકા મહેતા સાથે તેમના પુત્ર આકાશા અંબાનીની થનારા લગ્ન સમારંભની શરૂઆત થઈ. આ કાર્યક્રમની શરૂઆત જિયો ગાર્ડન્સમાં થઈ. જેમા જ્યા અબાની પરિવારના સભ્ય, શ્લોકાના માતા-પિતા મોના અને રસેલ મહેતાએ મળીને લગભગ 2000 બાળકોને પસંદગીના વ્યંજનો સાથે રાતનુ ખાવાનુ પીરસ્યુ. આ બાળકો રિલાયસ ફાઉંડેશનની અનેક સામાજીક વિકાસ પહેલોના લાભાર્થી રહ્યા છે. જેમા શિક્ષણ માટે શિક્ષા, બધા માટે રમત, પ્રોજેક્ટ દ્રષ્ટિ વગેરે અનેક અન્ય સામેલ છે.

નીતા અંબાનીએ કહ્યુ કે 'અમને ખુશી છે કે અમે અમારા આનંદને બધા સાથે શેયર કરવામાં સક્ષમ છીએ અને શહેરના હજારો બાળકો અને વરિષ્ઠ નાગરિકોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. ધીરુભાઈ અંબાની સ્કવાયરમાં વિશેષ મ્યુઝિકલ ફાઉંટેન કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે એક સમર્પણ છે અને અમે આવનારા દિવસોમાં લગ્ન પછી પણ આ લોકો માટે અનેક શો પ્રસ્તુત કરવાની આશા કરીએ છીએ. જે રોજ આપણુ ગૌરવ વધારે છે. જેમા આપણી પોલીસ, આપણી સેના અને અર્ધ સૈન્યબળ, આપણા ફાયરમેન, આપણા બીએમસી કાર્યકર્તા અને અનેક અન્યનો સમાવેશ છે જે 24x7 કલાક કામ કરતા પોતાનુ ડ્યુટી નિભાવતા આ મહાન શહેરને સુરક્ષિત રાખે છે.'

અઠવાડિયા સુધી ચાલનારા અન્ન સેવા કાર્યક્રમ પછી શહેરના બધા અનાથાલયો અને વૃદ્રાશ્રમોના રાશન અને અન્ય સમાનની પણ આપૂર્તિ ચાલુ રહેશે. નીતા અંબાનીના નેતૃત્વમાં રિલાયંસ ફાઉંડેશન શિક્ષણ, રમત, ગ્રામીણ વિકાસ, કલાને પ્રોત્સાહન આપવા અને વિપદા રાહત સંબંધિત અનેક પ્રભાવી સામાજીક પરિવર્તન કાર્યક્રમને સંચાલિત કરી રહી છે.આ પણ વાંચો :