સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 માર્ચ 2022 (10:28 IST)

Petrol-Diesel Price Today: સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલ થયુ મોંધુ, અહી ચેક કરો તમારા શહેરના રેટ્સ

તેલ કંપનીઓ એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel Price)ની કિમંતોમાં વધારાનુ એલાન કર્યુ છે. દેશની મુખ્ય ઓયઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે. સોમવારે 28 માર્ચના રોજ દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ છે. હવે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ (Petrol) માટે 99.41 રૂપિયા આપવા પડશે. બીજી બાજુ એક લીટર ડીઝલ (Diesel)માટે  90.77 રૂપિયા ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસમાં આજે 6ઠ્ઠીવાર તેલની કિમંતોમાં વધારો થયો છે. આ સતત બીજુ અઠવાડિયુ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિમંતમાં વધારો થયો છે. 
 
4 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ 
 
તેલ કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 7 દિવસમાં એક લિટર પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. 22 માર્ચ અને 23 માર્ચે તેલની કિંમતમાં સતત બે દિવસ 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 24 માર્ચે કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ ત્યારથી તેલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેના કારણે દેશભરમાં તેલ મોંઘુ થયું છે.

ચાર મહાનગરોમાં તેલના ભાવ
 
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 31 પૈસા વધીને 114.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 37 પૈસા વધીને 98.50 રૂપિયા થઈ ગઈ છે.
 
કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 32 પૈસા અને 35 પૈસાનો વધારો થયો છે. આ પછી એક લિટર પેટ્રોલની કિંમત 108.85 રૂપિયા અને ડીઝલ 93.92 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
 
ચેન્નઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 28 પૈસા અને 33 પૈસાનો વધારો થયો છે. એક લિટર પેટ્રોલની કિંમત વધીને 105.18 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલની કિંમત 95.33 રૂપિયા થઈ ગઈ છે.
 
તમારા શહેરમાં શુ છે પેટ્રોલ ડીઝલનો રેટ .. આ રીતે કરો ચેક 
 
ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઈલથી 9224992249 પર મેસેજ મોકલશે. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર શહેરનો કોડ મળશે. મેસેજ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે, BPCL ગ્રાહકો તેમના મોબાઈલમાંથી RSP ટાઈપ કરીને 9223112222 પર SMS મોકલી શકે છે. HPCL ગ્રાહકો 9222201122 પર HPPprice ટાઇપ કરીને SMS મોકલી શકે છે.