સંબંધિત સમાચાર
- મોદી સરકાર બની તો 42 હજારની પાર જશે સેંસેક્સ: રૉયટર્સ પોલ
- Sensex Today - બજારમાં શાનદાર તેજી, સેંસેક્સ પહેલીવાર 39 હજારને પાર
- Sensex Today - 'મોદી ફરી એકવાર' ની આશામાં ઉછળ્યુ શેયરબજાર, સેંસેક્સ 37 હજારને પાર, નિફ્ટી 11250ને પાર
- After Air Strike Sensex Today : 165 અંક તેજી સાથે ખુલ્યો સેંસેક્સ, નિફ્ટીમાં 46 અંકની તેજી
- Bank Holiday in June - જૂનમાં આટલા દિવસ બેંક રહેશે બંધ.. જાણો આખુ લિસ્ટ
Sensex Today - તેજી સાથે ખુલ્યા બજાર, સેંસેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
શેયર બજાર ગુરૂવારે તેજી સાથે ખુલ્યા. બીએસઈના 30 કંપનીઓના શેયર પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ 52.90 અંકોની તેજી સાથે 40,136.43 પર ખુલ્યો. બીજી બાજુ નેશનલ સ્ટૉક એક્સચેંજના 50 કંપનીઓના શેયર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 18.15 અંક ચઢીને 12,039.80 પર ખુલ્યો.
તેજી સાથે શરૂઆત કર્યા પછી જોકે બજારમાં ઘટાડો નોંધવામાં આવ્યો. શરૂઆતી વેપારમાં બીએસઈ પર આઠ કંપનીઓના શેયર લીલા નિશાન પર તો એનએસઈ પર 13 કંપનીઓના શેયર લિવાલી અને 37 કંપનીઓના શેયરમાં વેચવાલી જોવા મળી.
સવારે 9.46 વાગ્યે સેંસેક્સ 96.81 અંકોના ઘટાડા સાથે 39,986.73 પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે કે નિફ્ટી 45.85 અંકોના ઘટાડા સાથે 11,975.80 પર વેપાર કરી રહ્યો હતો.
આ શેરમાં આવી તેજી
બીએસઈ પર પાવરગ્રિડના શેરમાં સૌથી વધુ 2.43 ટકા, હિન્દુસ્તાન લીવરમં 1.32 ટકા, એશિયન પેંટમા6 0.87 ટકા, કોલ ઈંડિયામાં 0.78 ટકા અને એનટીપીસીના શેરમાં 0.37 ટકાની તેજી નોંધવામાં આવી. બીજી બાજુ એનએસઈ પર પવરગ્રિડના શેયરમાં 2.18 ટકા, હિન્દુસ્તાન લીવર લિમિટેડમાં 1.30 ટકા, ટાઈટનમાં 1.25, આઈઓસીમાં& 1 ટકા અને એશિયન પૈટમાં 0.81 ટકાની તેજી જોવા મળી.
આ શેયરમાં ઘટાડો
બીએસઈ પર યસ બેંકના શેયરમાં સૌથી વધુ 2.98 ટકા, એસબીઆઈમાં 1.94 ટકા, ઈંડસઈંડ બેંકમાં 1.60 ટકા, મહિન્દ્રા એંડ મહિન્દ્રામાં 1.43 ટકા અને હીરો મોટકોર્પમાંના શેયરમાં 1.09 ટકાનો ઘટૅઅદો નોંધાયો. જ્યારે કે એનએસઈ પર ગેલના શેયરમાં સૌથીવધુ 8.78 ટકા, ઈંડિયાબુલ હાઉજિંગ ફાઈનેંસમાં 5.29 ટકા, યસ બેંકમાં 3.08 ટકા, અલ્ટ્રા સીમેંટમાં 2.41 ટકા અને ગ્રાસિમના શેયરમાં 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
