શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2016 (16:46 IST)

કિંગફિશરના રંગીલા માલિક વિજય માલ્યાની સ્ટોરી

વિજય માલ્યાની સ્ટોરી અનેક ઉદ્યોગપતિઓ અને બેંકો માટે એક મિસાલ હોવી જોઈએ. ખાસ કરીને એ માટે કારણ કે વિજય માલ્યાએ પોતાના બ્રાંડને એશો-આરામથી જીંદગી વિતાવનારા વ્યક્તિનો બ્રાંડ બનાવ્યો. પણ આ ઝગમગાટ વચ્ચે ધીરે ધીરે માલ્યાના ખોખલાપનની તસ્વીરો સામે આવતી રહી અને હવે એ સ્થિતિ બની ચુકી છે કે માલ્યા કર્જમાં ડૂબેલા હોવાથી બેંકોએ તેમને એક બિઝનેસ ડીલના પૈસા લેતા રોકી લીધા છે. 515 કરોડની આ રકમ કદાચ કર્જમાં ડૂબેલા માલ્યા માટે ખૂબ જરૂરી હશે પણ સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ તેમને ગયા વષે જ ડિફૉલ્ટર જાહેર કરી દીધા છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ સિસ્ટમ માટે સબક છે. જ્યારે આપણે આર્થિક ફેરફારની વાત કરીએ છીએ તો આ બેંક જેમા આપણા પૈસા છે તે કોણે આપી રહ્યુ છે એ જાણવુ ખૂબ જરૂરી છે.  તાજેતરમાં જ બેંકના એનપીએ પર ચર્ચા થઈ છે અને વિજય માલ્યા પણ એવી જ NPAની સ્ટોરી છે.  સુપ્રીમ કોર્ટ આરબીઆઈ મોટા કર્જદારોનુ લિસ્ટ માંગી ચુક્યા છે અને આપણને નથી ખબર કે આ દેશના સિસ્ટમથી કેટલા હજુ વધુ  માલ્યાએ ફાયદો ઉઠાવ્યો છે. 

આવો જાણીએ વિજય માલ્યાની સ્ટોરી... 
 
જુલાઈ 2003માં વિજય માલ્યાને લઈ જઈ રહેલું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. માલ્યા કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં રાજકીય પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ આ હેલીકોપ્ટરના જમીન પર ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા.
 
P.R

વિજય માલ્યાની કંપની દેશમાં લોકપ્રિય કિંગફિશર બ્રાંડની શરાબ બનાવે છે. ભારતમાં પીવાતા બીયરનો અડધોઅડધ જથ્થો કિંગફિશર બનાવે છે. આ વર્ષે માલ્યાની કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ દુનિયાની સૌથી મોટી સ્પિરિટ બનાવનારી કંપની બની ગઈ. માલ્યા પોતે ભારતના સૌથી રંગીલા ઉદ્યોગપતિ તરીકે ગણના પામે છે.

કંપનીની સ્થાપના

યુબી એટલે કે યુનાઈટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ માલ્યાએ કરી હતી. યોગ્ય મોકા પર કંપની ખરીદવી તેમની ખાસિયત હતી. તેમણે સાચી તક ઝડપી કંપનીના શરાબના કારોબારને વધાર્યો હતો. કંપનીની પ્રોડક્ટમાં મેક ડોવેલ્સ બ્રાંડી અને બેગપાઈપર વ્હિસ્કી સામેલ હતા.

વિઠ્ઠલ માલ્યા એક સંકોચી અને શાલીન ઉદ્યોગપતિ હતા. 1983માં જ્યારે હ્રદયરોગનો હુમલો આવવાથી અચાનક તેમનું મોત થયું ત્યારે તેમના દિકરા વિજયને કંપનીના વડા તરીકે પસંદ કરી લેવાયા હતા.

તે જ વર્ષે ભારતીય અર્થતંત્ર પર લાગેલા નિયંત્રણોને ઓછા કરવાની શરૂઆત થઈ હતી અને તેનાથી શરાબના બજારમાં જબરજસ્ત તેજી આવી. ભપકાદાર બ્રાન્ડિંગ, નવી લાઈફસ્ટાઈલનું સમર્થન અને નવા સંચાર માધ્યમોના ઉપયોગને કારણે યુબી ગ્રુપ પોતાના પ્રતિદ્વંદીઓની આગળ નીકળી ગયું હતું. માલ્યાએ ભારતીય શહેરોમાં કેબલ ટીવીની શરૂઆતનો પણ સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો.

યુબી લિમિટેડના ડિરેક્ટર કલ્યાણ ગાંગુલીના જણાવ્યા અનુસાર એકવાર એક પાર્ટીમાં માલ્યાની મુલાકાત એક અમેરિકન અભિનેતા સાથે થઈ હતી. તેને જોઈ માલ્યાએ મને બોલાવ્યો અને કહ્યું કે ખુબસુરત દેખાતા આ વ્યક્તિને દરેક જણ જોઈ રહ્યું છે તો આપણે તેને આપણો બ્રાન્ડ એમ્બેસેડર કેમ ન બનાવી લઈએ?

રોન મોસ ભારતમાં ટીવી પર દેખાતી લોકપ્રીય અમેરિકન સીરિયલ ધ બોલ્ડ એન્ડ ધ બ્યૂટિફૂલમાં રિઝ ફોરેસ્ટર નામનું પાત્ર ભજવતા હતા.

જલ્દી જ રોન મોસ ભારતીય શહેરોમાં કિંગફિશરની જાહેરખબર કરી રહ્યા હતા. પરંતુ રોન મોસથી વધુ માલ્યા પોતે જ પોતાની કંપનીની રંગીલી અને જવાન છબીનો ચહેરો બની ગયા હતા. ગાંગુલી કહે છે કે માલ્યા એક ગંભીર વ્યક્તિ છે જે ગંભીર રીતે વેપાર કરે છે, પરંતુ તેમાં સમકાલિન હોવાની ક્ષમતા પણ છે.

માલ્યાની છબી

રેબેનના ચશ્મા અને ભારે, મોંઘા ઘરેણા પહેરનારા અને પોતાની સ્પીડબોટમાં ખુબસુરત મહિલાઓ સાથે દેખાનારા વિજય માલ્યાની છબી લોકોના દિલોદિમાગમાં વસી ગઈ છે. માલ્યાના અનેક ઘર છે. ન્યૂયોર્ક સિટીના ટ્રંપ ટાવર્સમાં તેઓ ઘર ધરાવે છે. ફ્રેંચ રિવિયેરાના એક દ્વીપમાં તેમનું ઘર છે. દક્ષિણ આફ્રિકા અને ગોવામાં પણ તેઓ પ્રોપર્ટી ધરાવે છે.

આ સંપત્તીઓ ખાનગી છે પરંતુ તેમના વિશે બધાય જાણે છે. આ જ ફોર્મ્યુલા તેમના બેંગ્લોરના કેન્દ્રમાં બનનારા નવા ઘર પર પણ લાગુ પડે છે.

કિંગફિશર ટાવર્સમાં તમામ સુવિધાઓથી ભરપુર ત્રણ ટાવર હશે. ધાબા પર સ્વિમિંગ પૂલ, ઘાસનું મેદાન પણ હશે. માલ્યાની કંપનીની ટેગલાઈન છે- ધ કિંગ ઓફ ગુડ ટાઈમ્સ મતલબ કે સારા દિવસોનો રાજા. તેમણે યુબી ગ્રુપના બ્રાન્ડ્સના નામનો ઉપયોગ અન્ય રોકાણોમાં પણ કર્યો છે. પછી ભલે તે ઘોડાની રેસ હોય, ફોર્મ્યુલા વન ટીમ હોય, વાર્ષિક બિકિની કેલેન્ડર હોય કે પછી આઈપીએલની ટીમ જેનું નામ એક વ્હિસ્કી પર છે.

શરાબના કારોબામાં તેમના પિતા વિઠ્ઠલ માલ્યાની છાપ હજુય યથાવત છે. કંપનીના ડાયરેક્ટર તેમના જ પસંદ કરાયેલા લોકો છે. હેલીકોપ્ટર દુર્ઘટના બાદથી વિજય માલ્યાએ પોતાની વિરાસત શરૂ કરી દીધી હતી. 1986માં તેમણે ફ્રાંસની કંપની હેલી-યુનિયનને ભારતમાં હેલીકોપ્ટર સર્વિસની શરૂઆતનો પ્રસ્તાવ મોકલ્યો હતો. 90ના દાયકામાં શરૂઆતના વર્ષોમાં નાના વિમાનો પર આધારિત એરલાઈનની શરૂઆત કરવાના વિચારે જન્મ લીધો પરંતુ બાદમાં આ યોજનાને સ્થગિત કરી દેવાઈ હતી.

2005માં કંપનીએ એરબસ 320 સાથે હવામાં પોતાની ઉડાન ભરી. માલ્યાએ કિંગફિશરના મુસાફરોને કહ્યું હતું કે પ્લેનના કર્મચારીઓને તેમણે જાતે પસંદ કર્યા છે. તેમણે તેમને ફ્લાઈંગ મોડેલ્સ નામ આપ્યું હતું. માલ્યાને રાજ્યસભા માટે પણ ચૂંટવામાં આવ્યા હતા જ્યાં તેમણે પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલ સાથે ખાસ સંબંધ બનાવ્યા જે કિંગફિશરના શરૂઆતના દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થય. પરંતુ 2007 બાદ જ કિંગફિશરમાં પડતી દેખાવા લાગી હતી. તેના પાછલા વર્ષે જ કંપનીએ ઓછા ભાડાંના મોડેલ પર આધારિત એર ડેક્કનને ખરીદી લીધી હતી.

આજે કિંગફિશર 6500 કરોડ રૂપિયાના દેવામાં છે. બેંકોએ કિંગફિશરને લોન તો આપી છે પરંતુ આલોચકો તેની પણ નિંદા કરી રહ્યા છે. વિજય માલ્યા પોતાની કરિયરના મોટાભાગના વર્ષોમાં શહેરી ભારતની વિચારસરણીનું કેન્દ્ર બન્યા હતા પરંતુ આજે તેઓ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. કિંગફિશર એરલાઈનમાં કર્મચારીઓને પગાર નથી મળતા, તેઓ હડતાળ પર છે, કંપનીના શેર તૂટ્યા છે અને દેવું પણ વધી ગયું છે.

કિંગફિશર એરલાઈનનો અંત કદાચ નજીક છે પરંતુ તે સાફ નથી કે તેની માલ્યા, તેમની પ્રોપર્ટી અને કંપની પર શું અસર પડશે. કેટલીક લોનમાં તેમની અંગત ગેરન્ટી યુબી ગ્રુપની પ્રોપર્ટી પર તેમના પ્રભૂત્વ પર પણ અસર પાડી શકે છે.