સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (10:08 IST)

ખેડૂતોને ખેતીની નવી પદ્ધતિઓનું જ્ઞાન આપે છે આ ફાઉન્ડેશન, ખેડૂતોની આવકમાં થયો વધારો

new farming method
જનસમૂહના ટકાઉ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે GHCL ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2014માં બાગાયત વાવેતરની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. આ પહેલમાં ખેડૂતોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. જેમાં મોટા રોકાણ કર્યા વિના એક સાથે/સારા પાકની ઉપજ માટેની ખેતીની નવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી.
 
આ પહેલ હેઠળ વાવેતર કરેલા પાકમાં મુખ્યત્વે નારિયેળ ઉપરાંત દાડમ, અનોલા, લીંબુ, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરા, ચિક્કુ, ચંદનના લાકડાના છોડ (લાલ અને સફેદ) સાગ, બોરસલી, બિલિપત્ર, સિસમનું લાકડું, રામના, જાંબુ, ડ્રેગન ફ્રૂટ, રામફળ, હનુમાનફળ, દ્રાક્ષ, કાળા મરી, આસોપાલવ, એપલ બોર, કાશ્મીરી બોર અને સોપારી જેવા ફળનો સમાવેશ થાય છે.
 
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આસપાસની હવાની ગુણવત્તા સુધારા સાથે નજીક-નજીક પ્લાન્ટેશન કરવાનો છે.  આ સાથે ખેડૂતો વધુ આવક મેળવી શકે તે માટે સામાન્ય પાકમાંથી બાગાયતી પાક તરફ લઈ જવામાં તેમને મદદ કરવી. આ બાગાયતી પાકથી ખેડૂતોને આર્થિક લાભ ઘણો સારો મળે છે કારણ કે છોડનો જીવિત રહેવાનો દર 70% સુધીનો છે.
news farming method
સુરક્ષિત અને સારી આવક હોવાથી આ પહેલે ખેડૂતોમાં સારી અસર કરી. 5.99 હેક્ટરમાં 11,977 યૂનિટનું વાવેતર કરીને પહેલા જ વર્ષે 247 ખેડૂતો જોડાયા હતા. આગામી વર્ષમાં 216 હેક્ટરથી વધુ જમીન સાથે આ સંખ્યા ત્રણ ગણી વધીને 612 થઈ હતી.  19 લાખથી વધુની રકમ ખેડૂતો અને GHCL ફાઉન્ડેશન બંને દ્વારા સામેલ કરાઈ હતી. જેમાંથી 50% રકમની વહેંચણી કરવામાં આવી હતી. જે પછી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ખેડૂતોની સંખ્યા 996 સુધી પહોંચી ગઈ હતી.
 
ચાલુ નાણાકીય વર્ષમાં GHCL ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં નવો પાક એટલે કે કાળા મરી (કાળા મરી, પાઇપર નાઈગ્રમ) રજૂ કરવામાં આવ્યા હતા, જે એક મસાલા પાક છે. જેને સોપારી(એરેકા પામ) અને નારિયેળના બગીચાઓમાં આંતર પાક તરીકે ઉગાડી શકાય છે. જેનાથી ખેડૂતો બે પાકની એકસાથે ખેતી કરી શકે છે. કાળા મરીની બજાર કિંમત હંમેશા ઊંચી રહે છે અને તેને લીલા અથવા સૂકા પણ વેચી શકાય છે. 
 
આ રીતે ખેતી સાથે જોડાયેલા જોખમમાં ઘટાડો કરી શકાય છે. આ પાકનો નફો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે આંતર પાક તરીકે એકર દીઠ વાવેલા છોડની સંખ્યા, જમીનની ગુણવત્તા વગેરે વગેરે. આ પાકની કિંમત 300 થી 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે જેથી સરેરાશ ઉપજ અંદાજીત 1500 કિલો/હેક્ટર ગણી શકાય છે.
 
નફાકારકતા અને કાળા મરીની ઉચ્ચ માંગને કારણે અનેક ગામોના 633 ખેડૂતે અમારી ટીમ સાથે હાથ મિલાવ્યો છે અને તેમના સામાન્ય પાક સાથે કાળા મરીનો પાક પણ ઉગાડ્યો છે. તેમાંથી 6 ખેડૂતોએ પ્રાયોગિક ધોરણે 600 જેટલા છોડનું વાવેતર કર્યું છે. આ છ માંથી એક ખેડૂત મેરામણભાઈ જાદવભાઈ સોલંકી કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના ચમોડા ગામના વતની છે. જેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેમણે હાલના સોપારીના બગીચામાં કાળા મરીના 200 છોડ રોપ્યા છે. રોપણી સામગ્રીની કુલ કિંમત રૂ. 12,000 હતી જેમાંથી GHCL ફાઉન્ડેશન દ્વારા રૂ. 5000ની સબસિડી આપવામાં આવી હતી.