સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયુ પેટ્રોલ, જાણો આજના ભાવ

petrol
નવી દિલ્હી.| Last Modified મંગળવાર, 4 જૂન 2019 (11:30 IST)

અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધયો છે.
તેલ માર્કેટમાં કંપનીઓએ પેટ્રોલના ભાવમાં સાત પૈસા અને ડીઝલના ભાવમા& 20-22 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમા નરમી આવી છે. જેનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ કમી આવવાની શક્યતા છે.

ઈંડિયન ઓઈલ મુજબ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિમંત 71.23 રૂપિયા અને ડીઝલની કિમંત 65.56 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 76.91 રૂપિયા અને
ડીઝલની કિમંત 68.76 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ
73.47
રૂપિયા અને ડીઝલ 67.48 રૂપિયા, ચેન્નઈમાં પેટ્રોલ
74.01 રૂપિયા અને ડીઝલ 69.36
રૂપિયા, પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત સાતમા દિવસે ઘટાડાની પ્રક્રિયા ચાલુ રહી. આ દરમિયાન બેંચમાર્ક કાચા તેલ બ્રૈટ ક્રુડના ભાવમાં લગભગ 10 ડોલર પ્રતિ બૈરલની કમી આવી છે.


આ પણ વાંચો :