માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ દ્વારા મે મહિનામાં કોઇપણ સંજોગોમાં આકાશ ટેબલેટ ઉપલબ્ધ કરાવવાનો દાવો ખોટો ઠરે તેવું જણાઇ રહ્યું છે. મંત્રાલયના સુત્રો અનુસાર હવે 10 જૂન સુધીમાં આકાશ ટેબલેટની આપૂર્તિ થવાની સંભાવના છે, આમ 10 જૂન બાદ જ તે વિદ્યાર્થીઓને વિતરીત કરી શકાશે તેમ જણાઇ રહ્યું છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સસ્તી કિંમતવાળા આકાશ ટેબલેટનું લોન્ચીંગ ખુબ જોરશોરથી કર્યું હતું. પરંતુ અનેક વાયદાઓ છતા હજુ સુધી આકાશ ટેબલેટ ઉપલબ્ધ થઇ શક્યા નથી.
મહત્વપૂર્ણ છે કે કેનેડાની એક કંપની ડેટાવિંડને એક લાખ ટેબલેટ ઉપલબ્ધ કરાવવાનો કોન્ટ્રાક્ટ લગભગ એક વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો, પરંતુ વિભિન્ન વિવાદો અને પ્રાથમિક જથ્થામાં મળેલા ટેબલેટની ગુણવત્તા ખરાબીને કારણે આ મામલો લટકી ગયો હતો.
આ સમગ્ર વિવાદના મૂળ સુધી જોવામાં આવે તો અગાઉ ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના પ્રયાસો થકી સંજય જોશીનું ભાજપમાં પુનરાગમન શક્ય બન્યું હતું. ગડકરીએ તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણીના ઈન્ચાર્જ બનાવ્યા હતા. પોતાના કટ્ટર હરીફને અપાયેલા મહત્વને કારણે કારણે મોદી ઉશ્કેરાયા હતા. મોદીએ યુપી ચૂંટણીમાં ભાજપ વતી પ્રચાર પણ કર્યો ન હતો. ત્યારથી તેમણે ભાજપની કોઈ રાષ્ટ્રીય બેઠકમાં ભાગ લીધો ન હતો અને દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલયે પણ ગયા ન હતા. આ ઉપરાંત અગાઉ ગડકરીએ સંકેત આપ્યા હતા કે, મોદી અને ગડકરી વચ્ચેના આ વિવાદ ઉકેલી લેવાશે. અને તેના ઉકેલ માટે અરૂણ જેટલીએ પણ મધ્યસ્થી કરી હતી.