શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , રવિવાર, 30 નવેમ્બર 2008 (17:40 IST)

આર્થિકવૃદ્ધિ માટે નવાઉપાયો જરૂરી

આવનાર ચાર-છ મહિનામાં અર્થવ્યસ્થા પર વૈશ્વિક મંદીની પુરેપૂરી અસર પડવાની આશંકાઓને ધ્યાનમાં ઉદ્યોગજગતે કહ્યુ કે સરકારે અર્થવ્યવસ્થામાં માંગ વધારવા અને મોટી પરિયોજના પર અમલ કરવાના ઉપાયો કરવા જોઈએ.

ઉદ્યોગજગતનું માનવુ છે કે ચાલુ નાણાકિય વર્ષે જીડીપીનો વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો હતો,જ્યારે ગયા વર્ષે આજ સમયમાં તે 9.3 ટકા પર હતો. અમેરિકા, યૂરોપ, અને દુનિયાની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓમાં છવાયેલી મંદીને ધ્યાનમાં રાખીને ભારતીય ઉદ્યોગજગતને ભારે મંદી સર્જાવાની સંભાવના છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ સીઆઈઆઈએ કહ્યુ કે જો સરકાર ચાલુ નાણાકિય વર્ષમાં વિકાસ દર સાત ટકાથી નીચે નહી જાય, તો સરકારે નાણાકિય નીતિમાં નવા ઉપાયો શોધવા પડશે. ત્યારે જ વિકાસ દરને 7 ટકા યથાવત રાખી શકાશે.