શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: કોલકાતા , રવિવાર, 21 જૂન 2009 (14:10 IST)

ઇક્રા આઈટી કંપનીઓનું અધિગ્રહણ કરશે

રેટિંગ એજેંસી ઇક્રાએ જણાવ્યું છે કે તે ગેર-રેટિંગ આવક વધારવા માટે કેપીઓ અને સૂચના પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં કંપનીઓનું અધિગ્રહણ કરશે.

ઇક્રાના ઉપાધ્યક્ષ અને સીઈઓ પીકે ચૌધરીએ કહ્યું છે કે જો અમને સારા પ્રસ્તાવ મળે છે તો અમે કેપીઓ અને આઈટી ક્ષેત્રમાં અધિગ્રહણ માટે પગલા ભરીશું.

તેમણે કહ્યું કે અમે અમિરિકા સ્થિત સૈફાયર ગ્રૃપની આઈટી કંપનીનો માર્ચમાં અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. ચોધરીએ કહ્યું કે સૈફાયર 15 લાખ અમેરિકી ડોલરની આવકવાળી કંપની છે અને તેનું અધિગ્રહણ આશરે 10 લાખ ડોલરમાં કરવામાં આવ્યું છે.

ચૌધરીએ જણાવ્યું કે કંપનીનો લક્ષ્યાંક ગેર-રેટિંગ આવકને વર્ષ 2011-12 સુધી વધારીને 50 ટકા કરવાનું છે. હાલ કંપનીને રેટિંગ ગતિવિધિઓથી 60 ટકા અને ગેર-રેટિંગ ગતિવિધિઓથી 40 ટકા આવક પ્રાપ્ત થાય છે.