1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 8 મે 2012 (09:25 IST)

એર ઈંડિયાના પાયલોટ સમૂહ હડતાળ પર, ચાર વિદેશી ઉડાન રદ

P.R
એર ઇન્ડિયા ફરી એકવાર મુશ્કેલીઓમાં ફસાતી જણાઇ રહી છે. બોઇંગ ૭૮૭ની તાલીમ અંગે ઉઠેલા વિવાદને લીધે પાયલોટોનો એક સમૂહ હડતાળ પર ઉતરી ગયો છે. આને લીધે એર ઇન્ડિયાની ચાર વિદેશી ઉડાન રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ઉડાનો પર પણ અસર પડી છે.

રદ કરાયેલી ઉડાનોમાં દિલ્લીથી શિકાગો, મુંબઇથી ન્યૂ જર્સી, દિલ્લીથી ટોરેન્ટો અને દિલ્લીથી હોંગકોંગની ફ્લાઇટ્સ સામેલ છે. આ ઉપરાંત ૮૦ કરતાં વધુ ઉડાન પર પણ આ હડતાળની અસર પડવાની સંભાવના છે. બોઇંગ ૭૮૭ના તાલીમ વિવાદ પર કંપની વિવાદ પર કંપની વ્યવસ્થાપન સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ પાયલોટોએ સોમવારે રાતથી જ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી. મંગળવારે હડતાળમાં અન્ય પાયલોટ પણ સામેલ થઇ શકે છે.

સોમવારે પાયલોટના એક જૂથે હેલ્થ ગ્રાઉન્ડ પર કામ પર જવાનો ઇનકાર કરી દીધો હતો. મુંબઇ અને દિલ્લીના ૧૦૦ પાયલોટે સોમવારે રાત સુધી રિપોર્ટ નહોતો કર્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે મંગળવારે આ હડતાળમાં વધુ ર૦૦ પાયલોટ જોડાઇ શકે છે.