શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2009 (11:38 IST)

એલઆઈસી એનડીએમસીને દંડ

દિલ્હી હાઈ કોર્ટે જીવન વિમા નિગમ એલઆઈસી તથા નવી દિલ્હી નગર પરિષદ એનએમડીસીને નિગમના એક મૃત કર્મચારીની વિધવાને 40000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ મહિલાને એલઆઈસી પાસે પોતાના પતિની વિમા પોલિસીની રકમ મેળવવા માટે અરજી દાખલ કરવી પડી હતી.

ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ્ટે જણાવ્યુ કે આ મામલે અદાલતી અરજીની કોઈ જરૂર જ નહતી. અરજી કરાયા બાદ પણ આ બને સંસ્થાઓએ કોઈ હકારાત્મક પગલું નહી ભરતા અદાલતે આ નિર્ણય કર્યો હતો.

સુબિયા દેવીના પતિ સગમુણી એનડીએમસીમાં કાર્યરત હતા જેમણે એલઆઈસીની સેલરી સેવિંગ સ્કીમની પોલીસી લીધી હતી.