ભારતીય મોબાઇલ બ્રાન્ડ કાર્બન મોબાઇલ આગામી અઠવાડિયે ડોલ્બી સાઉન્ડ ટેક્નોલોજી સાથે ફુલ્લી ટચસ્ક્રીન ફોન લૉન્ચ કરવા જઇ રહી છે.
'ડોલ્બી લેબોરેટરી' સાથે પોતાના જોડાણ વિષેની જાહેરાત કરી ચૂકેલી કાર્બન તેના આ સિવાયના આગામી મોબાઇલ ફોન્સમાં પણ ડોલ્બી સાઉન્ડ ટેક્નોલોજીનો પ્રયોગ કરશે.
KT81 કાર્બન મોબાઇલ સીરિઝનો પહેલો એવો ફોન બનશે જેમાં સિનેમેટિક ડોલ્બી સાઉન્ડ હશે જેની મદદથી યુઝર પાવરફુલ સાઉન્ડ ક્વોલિટી મેળવી શકશે. જણાવી દઇએ કે ડોલ્બી સાઉન્ડ મોબાઇલના મ્યુઝિકને વધુ લાઉડ અને ક્લીયર બનાવે છે.
કાર્બન KT81માં યુઝરને ડોલ્બી સિવાય હેપ્ટિક ટચ ઇન્ટરફેસ સાથે 3.2 ઇંચની કેપેસિટિવ સ્ક્રીન મળશે. આ ફોનમાં તમે 3.2 મેગાપિક્સલનો કેમેરા મેળવશો સાથે કાર્બનના એપ સ્ટોર 'K-Store'માંથી તમે વિવિધ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો.
આ સિવાય આ ફોનમાં રેકોર્ડિંગ કેપેસિટી સાથે એફએમ રેડિયો હશે. સૌથી મહત્વનું તમે આમાં પહેલેથી ઇન્સ્ટોલ કરાયેલી એપ્લિકેશન જેવી કે યુટ્યુબ તેમજ લાઇવ ટીવી જોવા માટેની Nexgtv સિવાય કાર્બનના 'K-Zone' પરથી જાવા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.
KT81માં તમે 2000 સુધીના કોન્ટેક્ટ નંબર રાખી શકશો અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે તમને આમાં મળશે જીપીઆરએસ અને ઇડીજીઇની સગવડ. વળી, 1000mAHની બેટરી અને 16 જીબી સુધીની એક્સ્પાન્ડેબલ મેમરી તો ખરી જ. આમ તો આ ફોનની કીમત વિષે કોઇ ચોક્કસ ખુલાસો નથી કરાયો પણ અંદાજ અનુસાર તેની કીમત 5,000 રૂ. કરતા ઓછી હશે.