શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

થ્રી-જી સેવા નહી, અને હેન્ડસેટ લૉંચ

આઈફોનની ટક્કર એન-96 સાથે

એપ્પલની થ્રી-જી મોબાઈલ ફોન આઈફોનનુ ગુરૂવાર રાત્રીથી જ દેશમાં વેચાણ ચાલુ થઈ ગયુ હતું. ચોકાવનારી વાત તો એ છે કે ભારતમાં હજી થ્રી-જી મોબાઈલ સેવા શરૂ નથી થઈ, પરંતુ નવી પેઢીની આ મોબાઈલ સેવાને આપવા સક્ષમ મોબાઈલ ફોને પહેલાથી જ બજારમાં પગલા પાડી દીધા છે.

નોંધનીય છે કે આ સેવા સૌપ્રથમ બીએસએનએલ અને એમટીએનએલ દ્વારા શરૂ કરવામાં આવવાની હતી પરંતુ આ કંપનીએ થ્રી-જી મોબાઈલ ફોનના વેચાણની જવાબદારી ન ઉઠાવી શક્યા. જ્યારે વોડાફોન, એરટેલ,અને રિલાયંસ દ્વારા આ સેવા શરૂ કરવાની બાકી છે.

વિશ્લેષકોનું કહેવુ છે કે ભારતમાં થ્રી-જી ફોનનુ આગમન અન્ય રાષ્ટ્રો કરતા ખુબ જ મોડુ થયુ છે. અન્ય રાષ્ટ્રોમાં જ્યારે આ ફોનનું વેચાણ શરૂ થયુ હતુ ત્યારે દુકાનોની બહાર રાતભર લાંબી કતાર જામી હતી.

જ્યારે ભારતમાં આવુ કઈ જોવા મળ્યુ ન હતું. જેનુ કારણ તેમાં તેની ઊંચી કિંમતો અને ભારતમાં થ્રી-જી સેવા શરૂ ન થવાનુ માનવામાં આવે છે. એ વાત સાચી છે કે
ભરતીય બજારમાં આ ફોનની કિમત ઘણી મોઘી તોલવામાં આવે છે. પણ આવા ફોનનો ક્રેઝ પણ એક જુદી જ વસ્તુ છે.