1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

નોકિયા આશા 202 ખરીદો અને માણો ફ્રી ઈંટરનેટ સુવિદ્યા !!

P.R
નોકિયાએ તેનો આશા 202 મોબાઇલ ફોન ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. નોકિયા આશા 202 ફોન ડ્યુઅલ સિમ, ટચ અને ટાઇપ ફોનની ડિઝાઇનમાં મળશે જેમાં તમે વેબ બ્રાઉઝિંગ, સોશિયલ નેટવર્કિંગ, ગેમિંગ અને એન્ટરટેઇન્મેન્ટની મજા માણી શકશો. નોકિયા આશાના આ મોબાઇલમાં EA ગેમ્સ પેક અને નિમ્બઝ ચેટ ક્લાયન્ટ જેવી આકર્ષક સર્વિસ અને ફીચર્સ આપવામાં આવ્યાં છે.

આ ફોન 2.4 ઇંચની ટચસ્ક્રીન અને ટ્રેડિશનલ કીપેડ સાથે ઉપલબ્ધ બનશે. નોકિયા આશા 202માં ડ્યુઅલ સિમ ઇઝી સ્વેપ ટેક્નોલોજી સહિત ડેડિકેટેડ સિમ મેનેજરની સુવિધા છે. વાત જો કેમેરાની કરીએ તો આ ફોનમાં તમને 2 મેગાપિક્સલ કેમેરા મળશે સાથે મ્યુઝિક પ્લેયર, એફએમ રેડિયો, નોકિયા બ્રાઉઝર અને બ્લુટૂથ કનેક્ટિવિટિ સહિત 32 જીબી સુધીની એક્સ્પાન્ડેબલ મેમરીની સુવિધા તો ખરી જ.

અને સૌથી મહત્વની વાત એ છે કે પાંચ ટેલિકોમ ઓપરેટર્સ - એરસેલ, એરટેલ, રિલાયન્સ કમ્યુનિકેશન, ટાટા ડોકોમો અને વોડાફોન આ ફોનમાં છ મહિના સુધી દર મહિને 100 એમબી ડેટા ફ્રી ઓફર કરી રહ્યાં છે. મતલબ તમે આ ફોન ખરીદીને આમાંથી કોઇપણ એક કંપની તરફથી 100 એમબી સુધીનું ફ્રી ઇન્ટરનેટ વાપરી શકશો.

નોકિયા આશા 202 4 આકર્ષક કલર બ્લેક એન્જ ગોલ્ડ, સિલ્વર વ્હાઇટ અને ડાર્ક ગ્રે અને ડાર્ક રેડમાં મળી રહેશે. ફોનની કીમત ભારતમાં 4,149 રૂ.ની રહેશે.