નોકિયાએ લોંચ કર્યો સસ્તો સ્માર્ટફોન લુમિયા 610
ફેબ્રુઆરીમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન ફિનિશ મોબાઇલ અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરર નોકિયાએ તેનો વિન્ડોઝ ફોન આધારિત સસ્તો સ્માર્ટફોન લુમિયા 610 જાહેર કર્યો હતો અને હવે કંપની આ ફોન આગામી મહિને બને તેટલો ઝડપથી ભારતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. કંપનીએ તેનો આ લુમિયા 610 અન્ય એશિયન કંપની જેવી કે ચીન, હોન્ગ કોન્ગ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિન્ગાપુર, તાઇવાન અને વિએતનામમાં ઉપલબ્ધ બનાવવાની તૈયારીઓ પણ કરી છે જ્યાં આ ફોન આગામી બેએક અઠવાડિયામાં ઉપલબ્ધ બનશે. ત્યારપછી લુમિયા 610 ફોન ભારતીય માર્કેટમાં જોવા મળશે.નોકિયા ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિરલ ઓઝા અનુસાર નોકિયાના આ લુમિયા 610ની કીમત અંદાજે 11,000 જેટલી રહેશે.
નોકિયા લુમિયા 610 વિન્ડોઝ ફોન ટેન્ગો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત રહેશે જેમાં સ્માર્ટફોનના ફંકશન વાપરી શકાશે. નોકિયાનો આ વિન્ડોઝ ફોન ટેન્ગો આધારિત લુમિયા 610 800MHz પ્રોસેસર, 256 એમબી રેમ અને 8 જીબી ઓનબોર્ડ મેમરી સાથે આવશે. આ સાથે આ ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો કેમેરા અને એમએમએસની સુવિધા મળશે.આ સિવાય, નોકિયા લુમિયા 610માં પહેલેથી જ નોકિયા એપ્સ જેવી કે નોકિયા મ્યુઝિક, નોકિયા મેપ્સ, નોકિયા ડ્રાઇવ ઇન્સ્ટોલ કરેલી આવશે અને આ ફોન વ્હાઇઠ, બ્લેક, મજેન્ટા તેમજ સિઆન એમ કુલ ચાર કલરમાં ઉપલબ્ધ બનશે.