પેટ્રોલની વધેલી કિંમત શુક્રવારે યોજાનારી મંત્રી સમુહની બેઠકમાં ઓછી કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલની કિંમત 2.50 રૂપિયા સુધી ઘટી શકે છે.
મહત્વપૂર્ણ છે કે સરકારે પેટ્રોલની કિંમતમાં 7.50 રૂપિયાનો તોતીંગ વધારો કરતા ચારે બાજુથી સરકારના આ પગલાની ટીકા થઇ રહી છે, અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ વિરોધને જોતા કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીઓને પેટ્રોલ પર રાજ્યમાં લેવાતા વેટને ઓછો કરવાની સલાહ આપી છે.
મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડ સરકાર દ્વારા વેટમાં 25 ટકા ઘટાડાનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેનાથી રાજ્યમાં પેટ્રોલ 1.78 રૂપિયા સસ્તું પડશે.