શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: શનિવાર, 8 ડિસેમ્બર 2007 (12:08 IST)

પોસ્ટખાતામાં માસિક રોકાણ પર બોનસ

નવી દિલ્હી(ભાષા) કેન્દ્ર સરકારે પોસ્ટલ સેવિંગ સ્કીમને આકર્ષક બનાવવા માટે પોસ્ટના નવા માસિક આવતા એકાઉન્ટસ ઉપર પાચ ટકાના દરે બોનસ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પાંચ વર્ષના ગાળાના પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ઉપર ઈનકમ ટેકસમાં છુટ આપવામાં આવશે.

નાણા ખાતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બંને ડિપોઝિટ સ્કીમ ઉપર ઈનકમ ટેકસની છુટ ચાલુ નાણાકીય વર્ષથી જ લાગુ થઈ જશે, અને પોસ્ટની મન્થલી આવક યોજના ઉપર પાંચ ટકાબોનસ આઠમી ડિસેમ્બરથી ખુલનારા નવા ખાતા ઉપર લાગુ થશે.

પાંચ ટકા બોનસ સહિત માસિક આવક ખાતા ઉપર પ્રભાવી વ્યાજ દર વર્તમાન 8.3 ટકાથી વધીને 8.9 ટકા થઈ જશે. આ દર બેંક ડિપોઝિટ અને સરકારી બોન્ડ ઉપર મળનારા વ્યાજની આસપાસ રહેશે. આ પગલાથી રોકાણકારો ફરી એકવાર પોસ્ટની આકર્ષક બચત યોજનાઓમાં રસ દાખવશે એવી સરકારને આશા છે.