બ્લેકબેરી કર્વ 9320 જૂનમાં લોંચ થશે
ભારતમાં ગત મહિને બ્લેકબેરી 7.1 ઓપરેટિંગ સિસ્ટમ આધારિત કર્વ 9220 સ્માર્ટફોન લૉન્ચ કર્યા બાદ રીસર્ચ ઇન મોશન(RIM)એ આ જ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત બીજો ફોન લૉન્ચ કર્યો છે. ભારતમાં આ ફોન આગામી મહિને(જૂનમાં) લૉન્ચ થાય તેવી શક્યતા છે.લૉન્ચ કરવામાં આવેલા આ નવા બ્લેકબેરી કર્વ 9320માં વાઈફાઈ હોટસ્પોટ ફંકશનાલિટી છે, કર્વ સીરિઝના ફોનમાં આવું ફીચર હોય તેવો આ પહેલો ફોન છે. રીમ દ્વારા આ વર્ષની શરૂઆતમાં વાઈફાઈ હોટસ્પોટ તેના હાઇ એન્ડ ડિવાઇસીસ માટે જાહેર કરવામાં આવ્યું હતું અને બ્લેકબેરી બોલ્ડ 9900માં પણ તેની સુવિધા ઉપલબ્ધ છે. જણાવી દઇએ કે વાઈફાઈ હોટસ્પોટના ફંકશન દ્વારા કર્વ 9320ના યુઝર એકસાથે પાંચ જુદા-જુદા ડિવાઇઝ સાથે ઇન્ટરનેટ શેર કરી શકશે.બ્લેકબેરી કર્વ 9320ના ફીચર્સની વાત કરીએ તો તેમાં 162 પિક્સલની ડેન્સિટી સાથે VGA">QVGA 320 x 240 પિક્સલ રિઝોલ્યુશનમાં 2.44 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોન ફુલ્લી ક્વર્ટી કીપેડ સાથે આવશે. અન્ય ફીચર્સમાં કર્વ 9320માં ફિક્સ્ડ ફોકસ કેમેરા સાથે 2 મેગાપિક્સલનો કેમેરા, સ્ટીરીયો એફએમ રેડિયો અને મીડિયા પ્લેયર આપવામાં આવ્યું છે. સાથે વાઈફાઈ કનેક્ટિવિટી અને માઇક્રો એસડી કાર્ડ સાખે 32 જીબી સુધીની એક્સ્પાન્ડેબલ મેમરીની સુવિધા તો ખરી જ.આ ફોનના અન્ય આકર્ષકોમાં બ્લેકબેરી મેસેન્જરના ઝડપી એક્સેસ માટે આમાં BBB બટન આપવામાં આવ્યું છે જેના કારણે યુઝરે સ્પેશિયલ હોમ સ્ક્રીન પરથી મેનુમાં કે શોર્ટ કર્ટ આઇકનમાં જવાની જરૂર નહીં પડે.જોકે કંપનીએ આ ડિવાઇસની જાહેરાત કરી દીધી હોવા છતાં હજું તેની કીમતનો કોઇ ખુલાસ કરવામાં નથી આવ્યો. આશા રાખવામાં આવી રહી છે કે ભારતીય માર્કેટમાં લગભગ આગામી જૂન મહિનામાં લૉન્ચ થવા જઇ રહેલો આ ફોન એક બજેટ સ્માર્ટફોન હશે અને તેની કીમત અંદાજે 12,000ની આસપાસ હશે.