શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

મહિન્દ્રા જાયલો, ઓછી કીમતમાં વધુ ફાયદો

ભારતની ખ્યાતનામ એસયૂવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સ્કોર્પિયોની શાનદાર સફળતા બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય માર્ગો પર ઓછી કીમતમાં વધુ ફીચર્સની એરણે જાયલોને ઉતારી છે.
PR
P.R
ટોયોટા, ઈનોવા અને શેવરલિટ ટ્વેરાને ટારગેટ કરીને આ વાહનને બનાવવા પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ દેશભરમાં કાર ચાલકો, વિશેષજ્ઞોથી પોતાનો મત જાણવા ઈચ્છ્યો.


તેમાં તેમણે ત્યાં સુધી ધ્યાન આપ્યું કે, લોકો કારમાં કેવી રીતે ચઢે-ઉતરે છે. લોકોની કાર ચલાવાની આદતો અને ભારતીય માર્ગોને ધ્યાનમાં રાખતા જાયલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને 2006 માં એન્જિનોનું કોડનેમ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2008 માં નાસિકમાં તેનું નિર્માણ શરૂ થઈ ગયું હતું.

આ વાહનમાં ઈલ્યુમિનેટેડ સ્પોઈલર, ફોલ્ડેબલ ફ્લાઈટ ટ્રે, ડિજિટલ ડ્રાઈવ અસિસ્ટેંસ સિસ્ટમ, ઈંટેલિજેન્ટ પાર્ક રિવર્સ અસિસ્ટ સિસ્ટમ, ગ્લોસ એંટિના જેવા આધુનિક અને નવા ફીચર્સ તથા મુસાફરીને આરામદાયક બનાવવા માટે શાનદાર ફ્લેટ બેન્ડ ફ્રંટ સીટ આપવામાં આવી છે. એબીએસ સિસ્ટમ અને 112 બીએચપીના તાકતવર એન્જિનથી લેંસ જાયલોમાં સૌથી વધુ હૈડ રુમ, લેગ રુમ, એલ્બો રુમનો દાવો કરવામાં આવ્યો છે જે કીમતના હિસાબે બિલકુલ યોગ્ય લાગે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો દાવો છે કે, ભારતમાં પ્રથમ વખત કોઈ વાહનના બહારના માળખા પહેલા તેનો પેસેન્જર કમ્પાર્ટમેંટ બનાવામાં આવ્યો છે. ઈંટીરિયર પણ આધુનિક ટેક્નિકથી સુસજ્જિત છે જેને એલીટ ક્લાસને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે.

જો કે, કંઈક વધુ ઉંચી હોવાના કારણે જાયલો આકરા વણાંકો પર થોડી ધ્યાનપૂર્વક ચલાવાની જરૂરિયાત છે પરંતુ એબીસથી લૈંસ હોવાથી કાર પર નિયંત્રણ સારુ રહે છે. જો કીમતની વાત કરીએ તો તેના હચાર વેરિએંટ બજારમાં હાજર છે -ઈ2, ઈ4, ઈ6 અને ઈ8 6,24,000 રૂપિયાથી 7,69,000 રૂપિયા સુધી ખરીદી શકાય છે જે તેના હરીફોની તુલનાએ ઘણી ઓછી કીમત છે. આ કારે તેના પ્રથમ ચોમાસાનો પણ જોરદાર મુકાબલો કર્યો છે અને ધીરે-ધીરે ભારતીય માર્ગો પર પોતાનપકડ મજબૂત કરી રહી છે.