1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 9 મે 2012 (09:25 IST)

મોબાઈલ પર વાત કરવી મોંઘી પડશે, કોલ બેગણી થશે !!

P.R
મુખ્ય દૂરસંચાર કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ચેતવ્યા છે કે જો સ્પેક્ટ્રમ મૂલ્ય પર ક્ષેત્રના નિયામક ટ્રાઈની ભલામણોને સ્વીકાર કરવામાં આવશે તો કેટલાંક સર્કલોમાં કોલદરો બેગણી થઈ જશે. દૂરસંચાર કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને દૂરસંચાર મંત્રી કપિલ સિબ્બલ સાથે આ મુદ્દા પર મુલાકાત કરી.

ભારતી એરટેલના સીઈઓ સંજય કપૂરે પત્રકારોને કહ્યુ કે જો આ ભલામણોને લાગુ કરવામાં આવશે, તો કેટલાંક સર્કલ એવા છે જ્યાં કોલ દરો 100 ટકાથી વધારે વધી જશે. તેમણે કહ્યુ કે એક સર્કલમાં સ્પેક્ટ્રમની લાગત, અનામત મૂલ્ય 7 કરોડ રૂપિયા છે, તો ત્યાં કેટલાંક મહાનગરો છે જ્યાં આ 717 કરોડ રૂપિયા છે. આ પ્રકારે અંતર 100 ગણું છે.

ભારતી એરટેલ, વોડફોન ઈન્ડિયા, આઈડિયા સેલ્યુલર, યૂનિનોર અને વીડિયોકોનના પ્રમુખોએ મંગળવારે સિબ્બલ અને દૂરસંચાર સચિવ આર. ચંદ્રશેખર સાથે મુલાકાત કરીને ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ની ભલામણોના પ્રભાવ પર ચર્ચા કરી.

આ પહેલા દિવસમાં સીડીએમએ ઓપરેટર સિસ્તેમા શ્યામ ટેલિસર્વિસેજ, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસેજ અને સીડીએમએ સંગઠન ઓસ્પીના અધિકારી પણ મંત્રીને મળ્યા હતા. કપૂરે કહ્યુ કે મુખ્ય રૂપથી વાતચીત બે વિષયો પર થઈ. એક અનામત મૂલ્ય અને હરાજી પર ટ્રાઈની ભલામણો અને બીજા સ્પેક્ટ્રમનું રિફોર્મિંગ.

તેમણે કહ્યુ કે ટ્રાઈએ કહ્યું છે કે આ ભલામણોથી કોલદરોમાં બે પૈસાનો વધારો થશે, પરંતુ આ આકલન કાઢતી વખતે નિયામકની માગણીની મૂલ્ય સાપેક્ષતા પર વિચાર થયો નથી. કપૂરે કહ્યુ કે કિંમત વધવા પર માંગ ઘટશે. એ માનીને ચાલવામાં આવ્યું છે કે માંગ સ્થિર રહેશે, જે ખોટું છે. આ ભલામણોને લાગુ થવા બાદ 30 પૈસા પ્રતિ મિનિટની અસર પડશે, 2 પૈસા પ્રતિ મિનિટના નહીં.

ટ્રાઈના એક મેગાહર્ટ્ઝના અખિલ ભારતીય સ્પેક્ટ્રમ માટે 3622 કરોડ રૂપિયાના આધારે મૂલ્યની ભલામણ કરી છે. ભૂતપૂર્વ દૂરસંચાર મંત્રી એ. રાજાના કાર્યકાળમાં 2008માં 4.4 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ સાથે આપવામાં આવેલા 2જી લાઈસન્સના મૂલ્યના આ લગભગ દસ ગણા છે.

કપૂરે કહ્યુ કે ટ્રાઈની ગણના માટે માત્ર 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 576 મેગાહર્ટ્ઝ પર વિચાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 1,167.40 સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થશે. કપૂરે કહ્યુ કે અંતર ત્રણ ગણું છે. ટ્રાઈએ માત્ર 93 હજાર કરોડ રૂપિયા સંજ્ઞાનમાં લીધા છે, જ્યારે જે સ્પેક્ટ્રમ બતાવી રહ્યો છે, તેનું મૂલ્ય 2,84,000 કરોડ રૂપિયા થાય છે.

ભારતીય એરટેલના સીઈઓએ આરોપ લગાવ્યો કે સ્પેક્ટ્રમની કૃત્રિમ અછત દેખાઈ રહી છે. માત્ર 20 ટકાની બજારમાં હરાજી થઈ રહી છે, જેનાથી ખબર પડે છે કે તેની કૃત્રિમ રૂપથી કમી દેખાઈ રહી છે.