1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 28 મે 2012 (16:11 IST)

રાંધણગેસ, ડીઝલ અને કેરોસીનના ભાવ નહી વધે - જયપાલ રેડ્ડી

P.R
પેટ્રોલના ભાવવધારાએ લોકોને હચમચાવી મૂક્યા છે અને ચોતરફથી આ ભાવવધારો પરત ખેંચવા થઇ રહેલા દબાણને લીધે પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે કે કેમ તે અંગે અનેક અટકળો થઇ રહી છે. દરમિયાન રાંધણગેસ, ડીઝલ અને કેરોસીનના ભાવમાં વધારો કરવાની હાલમાં સરકારની કોઇ યોજના ન હોવાનું પેટ્રોલિયમ મંત્રીએ આજે જણાવ્યું છે.

પેટ્રોલિયમ મંત્રી એસ.જયપાલ રેડ્ડીએ આ અંગે કહ્યું કે, આ ત્રણ સબ્સિડાઇઝ્ડ ઇંધણોના ભાવની સમીક્ષા કરવા માટે મળનારી બેઠકની તારીખ હજુ નક્કી કરાઇ નથી.

રેડ્ડીએ કહ્યું હતું કે ડીઝલના વધી રહેલા વપરાશને ઘટાડવા તેમના મંત્રાલયે ડીઝલથી ચાલતા વાહનો પર ફેક્ટરીના ગેટ પર લેવાતો ટેક્સ વધારવાની ભલામણ કરી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાંધણગેસના ભાવમાં ૪૦૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૩ થી પાંચ રૂપિયાના વધારાની અટકળો ચાલી રહી હતી.