સરકારે રિલાયંસ ઇન્ડસ્ટ્રિસ પર 6600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપની પર આ દંડ તેને કેજી-ડી 6 ગેસ બ્લોકથી પ્રોડક્શનમાં તેજીમાં ઘટાડાને કારણે ફટકાર્યો છે. આ દંડ બાદ પેટ્રોલિયમ મંત્રાલય અને કંપની વચ્ચે આ મામલાને લઇને વિવાદ છેડાયો છે.
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે રિલાયન્સે પ્રોડક્શનમાં ઘટાડાને લઇને નોટિસ ફટકારાઇ છે અને તેમાં કહેવાયું છે કે રિલાયન્સે પ્રોડક્શન શેયરિંગ કોન્ટ્રાક્ટનું ઉલંધન કર્યું છે. કંપનીએ મંજૂરી આપવામાં આવેલા પ્લાનમાં જેટલા કુવા ખોગવાનું વચન આપ્યું હતું તેના કરતાં ઓછાં કુવા ખોદ્યાં છે. જોકે કંપનીનું કહેવું છે કે આવા સંજોગોમાં વધારે કુવા ખોદવાથી કોઇ ફાયદો નહોતો પરંતું સરકારનો તર્ક છે કે કંપનીએ આમ જાણીજોઇને કર્યું છે. જોકે મંત્રાલયે પોતાની નોટિસમાં કંપનીને 6600 કરોડનો દંડ ફટકાર્યો છે. સરકારે કારણ આપતાં કહ્યું છે કે આ દંડ એટલે માટે ફટકારવામાં આવ્યો છે કારણકે ઓછા કુવા ખોદવાને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.