1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 15 મે 2012 (09:47 IST)

વિદેશમાંથી લાવી શકાશે હવે માત્ર 1 કિલો સોનું !!

P.R
વિદેશથી સસ્તુ સોનું લાવનાર લોકો માટે માઠા સમાચાર છે. સરકારના નવા આદેશ મુજબ હવે 6 મહિના વિદેશમાં રહ્યા પછી પાછા પોતાના દેશ આવતી વખતે ફક્ત 1 કિલોગ્રામ સોનું જ લાવી શકાશે. પહેલાં સરકારની તરફથી વિદેશથી 10 કિલોગ્રામ સોનું લાવી શકવાની મંજૂરી હતી. સરકારના મતે 10 કિલોગ્રામ સોનું લાવાની સીમાથી સ્થાનિક વેપાર પર વિપરીત અસર પડી રહી છે.

સરકારના જણાવ્યાનુસાર પહેલા વિદેશમાંથી સોનું લાવવાની આ સીમા 10 કિલોગ્રામ હતી. પરંતુ અખિલ ભારતીય રત્ન તેમજ આભૂષણ વેપાર મહાસંઘે તેનો દુરુપયોગ થવાની ફરિયાદ કરી હતી. તેના કારણે સીમા ઘટાડીને 1 કિલોગ્રામ કરવામાં આવી છે.

રસપ્રદ એ છે કે વર્ષ 2009માં સોનાની આયાતમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2009-10માં 850985 કિલો સોનું આયાત કરવામાં આવ્યું જે વર્ષ 2010માં વધીને 969736 કિલોગ્રામ પર પહોંચી ગયુ છે. વર્ષ 2011-12માં ફેબ્રુઆરી સુધી 986126 કિલોગ્રામ સોનું ભારત લાવવામાં આવ્યું છે.