શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2014 (12:55 IST)

સાવધાન..!! અજાણ્યા મિસકોલનો જવાબ આપશો તો પડશે મોંઘું

P.R
વિશ્વમાં રોજબરોજ થતા ટેકનોલોજિકલ સંશોધનોના પરિણામે અનેક ક્ષેત્રમાં હરિફાઈનો ઉદય થયો છે. ખાસ કરીને મોબાઈલ ફોનની સુવિધાએ વિશ્વક્રાંતિ સર્જી છે. મોબાઈલ ફોન એટલે દુનિયા મુઠ્ઠીમાં. જો કે, આ મુઠ્ઠીભર ફોનમાં આવતાં મિસકોલનો જવાબ આપવો ક્યારેક ગજવા હળવા કરનારો નીવડે છે.

આવા જ મિસકોલનો પ્રત્યુત્તર આપવાનું ભાવનગરના ઘોઘા સર્કલ, વિવેકાનંદ કેન્દ્ર નજીક રહેતા સુરમ્ય મહેતાને મોંઘુ પડયું છે. આ અંગે ભોગગ્રસ્ત સુરમ્ય મહેતાએ જણાવ્યું કે, તેમના બીએસએનએલ ફોન નંબર ઉપર શનિવારે સાંજે ૧૭.રર કલાકે નંબર ઃ +૩૭પરપ૯૯૮પ૮૧૮ ઉપરથી તેમના મોબાઈલ પર મિસકોલ આવ્યો હતો. જે કોલ કોનો છે ? તેની જાણકારી માટે સામો ફોન કરતાં જ મેઈન બેલેન્સમાંથી સીધા જ રૃા.રર/૦૦ કપાઈ જતાં ગ્રાહક મહેતાને મિસકોલનો જવાબ આપવાની કિંમત ચુકવવી પડી હતી. આમ, ફોનધારકે મિસકોલનો જવાબ આપતાં પહેલાં સો વાર વિચારવું પડે તેવી બીના બની છે.