1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

સેમસંગનો નવો મોબાઈલ ગેલેક્સીS3 ટૂંક સમયમાં લોંચ થશે

P.R
ગુરુવારે લંડનમાં લોન્ચ થનારો સેમસંગ 'ગેલેક્સી S3' આગામી મહિને ભારતમાં વેચાવા આવી શકે છે. એક અનુમાન પ્રમાણે એપ્પલનો નવો સ્માર્ટફોન 'આઇફોન-5' અને ગેલેક્સી એસ-3 આગળપાછળ જ લોન્ચ થવાના હતા, પરંતુ ઇંગ્લેન્ડમાં ગેલેક્સી એસ-3 રજૂ કરીને સેમસંગે મેદાન મારી લીધું છે.

ગયા વર્ષે સ્માર્ટ ફોનનાં બજારમાં સેમસંગ ગેલેક્સી એસ-2એ આઇફોનને તગડી સ્પર્ધા પૂરી પાડી હતી, આ માટે ગેલેક્સી એસ-3ને લઈને સ્માર્ટફોન બજારમાં ચર્ચાનું બજાર અત્યારથી જ ગરમ છે.

હાલમાં જ સેમસંગે સ્માર્ટફોન બજારમાં એપ્પલને ધોબીપછાડ આપીને નંબર વનના સ્થાનો કબ્જો મેળવ્યો છે. જો કે, બજારના વિશ્લેષકોનું એવું માનવું છે કે જો એપ્પલ પોતાનો આઇફોન-5 લોન્ચ કરે, તો એનાથી ગેલેક્સી એસ-3ને મોટી સ્પર્ધા મળી શકે એમ છે.

સેમસંગ ગેલેક્સી એસ-2 ભારત જ નહીં, પણ દુનિયાનો સૌથી વધુ વેચાતો એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાબિત થયો હતો. સ્વાભાવિક રીતે, સેમસંગના ગેલેક્સી એસ-3ને લઈને બજારને મોટી અપેક્ષાઓ છે. ગેલેક્સી એસ-3 ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે અત્યારે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ બજારના સૂત્રો એવી ધારણા વ્યક્ત કરે છે કે આ ફોન આગામી મહિનાના અંત સુધીમાં ભારતીય બજારમાં રજૂ થઈ જશે.