શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

હવે ક્રેડિટ કાર્ડ જેટલા પાતળા મોબાઈલ પણ આવશે

P.R
વૈજ્ઞાનિકો એક એવો પાતળો લેન્સ વિકસિત કરી રહ્યાં છે જેનાથી ભવિષ્યમાં ક્રેડિટ કાર્ડ જેટલા પાતળા મોબાઇલ ફોન બનાવી શકાશે. આ લેન્સ સપાટ અને એટલો નાનો હશે કે મનુષ્યના વાળની જાડાઈમાં આવા 1500 લેન્સ ફિટ થઇ જશે.

આ લેન્સની મદદથી ભવિષ્યમાં મોબાઇલ ફોનથી લઇને કેમેરા અને ફાઇબર ઓપ્ટિકલ કમ્યુનિકેશન સિસ્ટમ પણ તૈયાર કરી શકાશે.

આ સંશોધન નેનો લેટર્સ જનરલમાં પ્રકાશિત થયું છે. સંશોધક ફેડરિકો કેપ્સિકો અને તેમના સહયોગીએ જણાવ્યું કે 12મી સદી બાદથી લેન્સનો ઉપયોગ ચશ્મા, માઇક્રોસ્કોપ અને તકનીનીક આધારિત બીજા ઉત્પાદનોમાં રોશનીને કેન્દ્રિત કરવા માટે કરવામાં આવી રહ્ય છે. હાલના લેન્સ ન તો પાતળા છે અને નથી એટલા સપાટ કે જેની મદદથી કોઇ ગરબડ વગર તસવીરો જોઇ શકાય. પાતળા લેન્સના વિકાસમાં આ પ્રકારની ગરબડોને સુધારવી એ વૈજ્ઞાનિકો માટે એક પડકારજનક કામ છે.