શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (20:23 IST)

ગુજરાતી નિબંધ - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંતી હતા. એ સરદાર પટેલના ઉપનામથી પ્રસિદ્ધ હતા.  સરદાર પટેલ ભારતઈય બેરિસ્ટર અને પ્રસિદ્ધ રાજનેતા હતા. ભારતના સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ભારતીય રઆષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓમાંથી એક હતા. 1947માં ભારતની આઝાદી પછી ત્રણ વર્ષ એ ઉપ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સૂચના મંત્રી અને રાજ્યમંત્રી રહ્યા હતા. 
 
વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતના બોરસદ તહસીલના કરમસદ નામના ગામમાં થયો હતો. એમનો જન્મ લેઉવા પાટીદાર જાતિના એક સમુદ્ધ જમીનદાર પરિવારમાં થયો હતો.  એમના પિતાનુ નામ ઝવેરભાઈ અને માતાનુ નામ લાડબાઈ હતુ એમના માતા-પિતા ખેડૂત હતા અને ખેતીથી જ પોતાની જીવિકા ચલાવતા હતા.  વલ્લભભાઈના પિતાએ સન 1857ના બળવામાં ભાગ લીધેલો અને જેલમાં પણ ગયેલા. વલ્લભભાઈના ચાર ભાઈ હતા. 
 
વલ્લભભાઈ સિવાય એમના ભાઈ વિઠ્ઠલભાઈ પણ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતા. 
 
બહાદુરી - એકવાર એમની બગલમાં ફોલ્લો થઈ ગયો તો વૈદ્યે એમને ગરમ લોખંડના સળિયાથી એને ફોડી નાખવાનુ કહ્યુ. એમના પરિવારજનો તો ફોલ્લો  ફોડી નાખ્યો અને તે બિલકુલ ડર્યા જ નહી. આ સઇવાય એકવાર પુસ્તકો ખરીદવા માટે એમના એમને પુસ્તકો ખરીદવા માટે બધા ચાત્રોને બાધ્ય કરાવતા હતા તો વલ્લભભાઈ  પટેલ સ્કુલમાં  હડતાલ કરાવી દીધી અને પુસ્તકોનો વેપાર બંધ કરાવી દીધો. 
 
સરદાર પટેલના પિતાજી એમને ભણાવવામાં રૂચિ ધરાવતા હતા કારણ કે એ એમના પુત્રને એટલા કાબિલ બનાવવા માંગતા હતા કે ભવિષ્યમાં એમને ખેતી ના કરાવી પડે. સરદાર પટેલ બાળપણમાં ખેતરમાં કામ કરતા હતા અને સાથે ભણતા પણ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એકવાર મેટ્રિકની પરીક્ષામં અનુતીર્ણ પણ થયા હતા. પરંતુ તેમણે કયારેય હાર નહોતી માની અને આગળ વધતા જ રહ્યા. 
 
 
હિંદુ વાતાવરણમાં ઉછરેલા સરદાર પટેલ  કરમસદમાં પ્રાથમિક વિદ્યાલય અને પેટલાદ સ્થિત ઉચ્ચ વિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી પરંતુ એમણે અધિકાંશ જ્ઞાન સ્વાધ્યાયથી જ મેળવ્યુ હતુ.  16 વર્ષની વયમાં એમના લગ્ન થઈ ગયા.  20  વર્ષની ઉમરે એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને જીલ્લા અધિવક્તાની પરીક્ષામાં ઉતીર્ણ થયા. જેના લીધે એમને વકીલાત કરવાની અનુમતિ મળી. 
 
સન 1900માં એમને ગોધરામાં સ્વતંત્ર જીલ્લા અધિકતા કાર્યાલયની સ્થાપના કરી અને 2 વર્ષ પછી ખેડા જીલ્લાના બોરસદ ગામે જતા  રહ્યા. 
 
મેટ્રિક પાસ કર્યા પછી એમની ઈચ્છા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હતઈ પરંતુ તે પરિવાર પર બોજ બનવા નહોતા માંગતા. એમણે સારા કાર્યકર્તા બનવાની પ્રેકટીસ શરૂ કરી દીધી હતી. હવે તેમની પાસે એટલા પૈસા ભેગા થઈ ગયા કે તે વિદેશ જઈને બેરિસ્ટરનુ ભણી શકે. જ્યારે એમણે વિદેશ જવાની તૈયારી પુરી કરી લીધી ત્યારે અંતિમ ક્ષણે એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈએ પણ વિદેશ જવાની વાત કરી. 
 
સરદાર પટેલે પોતાના ખર્ચા પર પોતાના મોટાભાઈએ વિલાયત મોકલ્યા અને ઈસવીસન 1908મા વિઠ્ઠલભાઈ બેરિસ્ટરનુ ભણીને પાછા ફર્યા. 1909માં સરદાર પટેલ સાથે એક દુખદ ઘટના બની. જ્યારે એક મુકદ્દમાની શરૂઆતમાં એમને એમની પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તેમ છતા પણ તેમણે કેસ પુરો લડીને અને જીત્યા બાદ જ એ પોતાને ઘરે ગયા હતા. એમની પત્ની ઝવેરબાઈ પોતાની પાછળ પાંચ વર્ષની પુત્રી મણીબેન અને ચાર વર્ષનો પુત્ર ડાહ્યાભાઈને છોડીને ગઈ હતી. સરદાર પટેલે બીજા લગ્ન ન કર્યા અને સમગ્ર જીવન પોતાના 2 બાળકોને મોટા કરીને એમના સારુ શિક્ષણ આપવામાં જ વિતાવ્યુ. એમણે વિધુર જીવન વિતાવ્યુ. પત્નીનુ મૃત્યુ ભૂલ્યા પછી 1910માં સરદાર પટેલ સ્વયં  બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે વિદેશ ગયા. 
 
ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલ પોતાની કુટનીતિક ક્ષમતાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. આઝાદ ભારતને એકજૂટ કરવાનો શ્રેય પટેલની રાજકારણીય અને કૂટનીતિક ક્ષમતાને જ આપવામાં આવે છે. 
 
 
સરદાર વલ્લભભાઈ અને સોમનાથ મંદિર 
 
-આઝાદી પહેલા જૂનાગઢ શહેરના નવાબે 1947માં પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય કર્યો હતો.  પણ ભારતે તેમનો નિર્ણય સ્વીકાર કરવાની ના પાડીને તેમણે ભારતમાં ભેળવી લીધા. 
- ભારતના તત્કાલીન ઉપ પ્રધાનમંત્રી સરદાર પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ પહોંચ્યા. તેમણે ભારતીય સેનાને આ ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ સોમનાથ મંદિરના પુનર્નિમાણનો આદેશ આપ્યો. 
- સરદાર પટેલ, કેએમ મુંશી અને કોંગ્રેસના બીજા નેતા આ પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે ગયા. 
- એવુ કહેવાય છે કે મહાત્મા ગાંધીએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ, પણ સાથે જ એ પણ સલાહ આપી કે નિર્માણના ખર્ચમાં લાગનારો પૈસો સામાન્ય લોકો પાસેથી દાનના રૂપમાં એકત્ર કરવો જોઈએ. સરકારી ખજાનાનો ઉપયોગ ન કરવો જોઈએ.