1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Benefits of Methi Dana

મેથી દાણા આ 10 ફાયદા જાણી આજથી જ સેવન કરશો....

મેથી દાણા
મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે. 
* મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ 'ગ્લાઈકોસાઈડ' ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. 
 
*મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારહી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે. 
* મેથીના દાણાને વાટીને જો ર સ્કીન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે. 
* મેથીના દાણાને પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે. 
* પહેલાના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી. 
* મેથીમાં એવા પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ બને છે. 
* મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે. 
* મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે પણ લાભદાયક હોય છે. 
* મેથીને જો થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે. સાથે જ આ શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઘટાડે છે.
આગળનો લેખ
ગુજરાતી રેસીપી - પનીર ટિક્કા મસાલા