મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 18 માર્ચ 2024 (16:18 IST)

4 ઈંચ લાંબી પૂંછની સાથે જન્મયો બાળક

child
social media

A baby born with a 4 inch long tail- 4 ઈંચ લાંબી પૂંછની સાથે એક બાળકે જન્મ લીધુ છે. જી હા બાળકની પૂંછ જોઈને માતા-પિતાની સાથે ડાક્ટર્સ પણ ચોંકી ગયા છે. હવે સિશિયલ મીડિયા પર બાળકની ફોટા વાયરલ થઈ રહી છે. જેમાં બાળકની પૂંછા સાફ દેખાઈ રહી છે. 
 
આ ફોટો વાયરલ થયા બાદ કેટલાક તેને ચમત્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક તેને બીમારી ગણાવી રહ્યા છે. મિરરના રિપોર્ટ અનુસાર વાયરલ થઈ રહેલો ફોટો ચીનનો હોવાનું કહેવાય છે. આ બાળકનો જન્મ ચીનની હાંગઝોઉ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થયો હતો.
 
આ બાબતે ડોક્ટરોએ કહ્યું કે પૂંછડી સાથે બાળકનો જન્મ થવો ખૂબ જ દુર્લભ છે. ડૉક્ટરોએ વધુમાં કહ્યું કે જ્યારે કરોડરજ્જુ તેની આસપાસના પેશીઓ સાથે અસામાન્ય રીતે જોડાયેલી હોય છે, ત્યારે એવું બને છે કે બાળકની પૂંછડી બહાર આવે છે. તેનાથી અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ થાય છે.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીનમાં પણ આવો કિસ્સો બન્યો હતો. વર્ષ 2014માં આવો જ એક કિસ્સો ચીનમાં જોવા મળ્યો હતો, જ્યાં નુઓ નુઓ નામના બાળકની પૂંછડી 5 મહિના પછી બહાર આવી હતી. તેની પૂંછડી 5 ઇંચ સુધી લાંબી હતી.